અર્જુન કપૂરે લેડી લવ મલાઇકા અરોરા સાથે મનાવી ક્રિસમસ, સાથે જોવા મળ્યા અભિનેત્રીના દીકરા અરહાન, જુઓ તસવીરો

મલાઇકા અરોરાના દીકરા અરહાનના નવા પાપા બનશે અર્જુન કપૂર? મલાઈકા આવા હોટ હોટ કપડાં પહેરીને આવી જુઓ PHOTOS

ક્રિસમસની ધૂમ પૂરા દેશમાં જોવા મળી રહી છે. એવામાં બોલિવુડ સેલેબ્સ પણ આ તહેવારને ધૂમધામથી મનાવે છે અને ઘણુ એન્જોય કરે છે. બોલિવુડ અભિનેતા અર્જુન કપૂર અને મલાઇકા અરોરા તેમની પ્રોફેશનલ લાઇફ સાથે સાથે પર્સનલ લાઇફને લઇને ઘણા જ ચર્ચામાં રહેતા હોય છે. આ વચ્ચે અર્જુન અને મલાઇકાએ સાથે આ તહેવારને સેલિબ્રેટ કર્યો, આ ખાસ અવસર પર મલાઇકા તેના દીકરા અરહાન ખાન સાથે પેપરાજીના કેમેરામાં કેદ પણ થઇ હતી. મલાઇકા આ દરમિયાન ઘણી જ હોટ લાગી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Gorgeous❤Malaika (@gorgeousmalaika)

મલાઇકા અરોરાના ક્રિસમસ લંચ દરમિયાનના ઘણા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. વીડિયોમાં મલાઈકા અરોરા તેના પુત્ર અરહાન ખાન સાથે જોવા મળી રહી છે. ફોટો-વિડિયોમાં મલાઈકા ખૂબ જ સુંદર લાગી રહી છે. મલાઈકા સ્કર્ટ પહેરીને ખૂબ જ ક્યૂટ લાગી રહી છે, જ્યારે તેનો દીકરો અરહાન ખાન પણ ખૂબ જ મસ્ત લાગી રહ્યો છે.

જ્યારે મલાઈકાએ પુત્ર અરહાન સાથે ક્રિસમસની મજા માણી હતી, તો તેનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર પણ તેના ઘરે પહોંચ્યો હતો. અર્જુન કપૂરની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેમાં તે મલાઈકા અરોરાના ઘરની બહાર જોવા મળ્યો હતો. અર્જુન કપૂર લાલ અને કાળા કલરમાં એકદમ સ્વેગર લાગતો હતો.

હાલમાં થોડા સમય પહેલા જ અર્જુન અને મલાઈકા માલદીવમાં વેકેશન માણી રહ્યા હતા. કપલના સોશિયલ મીડિયા પર ઘણા બધા ફોટા અને વીડિયો વાયરલ થયા હતા. જ્યાં એક તરફ બંને રોમાન્સ કરતા જોવા મળ્યા હતા, તો બીજી તરફ તેઓ સ્વિમિંગ પૂલની અંદર એક્સરસાઇઝ કરતા પણ જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે ફેન્સ મલાઈકા અને અર્જુનના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Filmfare (@filmfare)

તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા તેના જોરદાર ડાન્સની સાથે સાથે ફિટનેસ માટે પણ જાણીતી છે. મલાઈકા અવારનવાર તેના શોર્ટ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી વખતે ફિટનેસ ટિપ્સ આપતી રહે છે. મલાઈકા જીમની સાથે યોગા પણ કરે છે. આવી સ્થિતિમાં મલાઈકા સોશિયલ મીડિયા પર અલગ-અલગ યોગની સાથે-સાથે તેના ફાયદા પણ જણાવે છે. મલાઈકાના આ વીડિયો ચાહકોને પણ પસંદ આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Gorgeous❤Malaika (@gorgeousmalaika)

ક્રિસમસના અવસર પર બોલિવૂડ એક્ટ્રેસ અને ફેશન આઈકોન મલાઈકા અરોરાનો એક નવો વીડિયો સામે આવ્યો. વીડિયોમાં મલાઈકા શોર્ટ પ્રિન્ટેડ ફ્રોક ડ્રેસમાં જોવા મળી રહી છે. તેનો લુક ઘણો ગ્લેમરસ લાગી રહ્યો છે. મલાઇકાના આ દરમિયાનના ઘણા વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યા છે. જેમાં મલાઈકા અરોરા પુત્ર અરહાન સાથે ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં પોઝ આપી રહી છે.

મલાઇકાનો આ લુક ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. મલાઈકા અરોરાના ફેન્સ આ વીડિયો પર ચાહકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, અરહાન પૂરો અરબાઝ જેવો લાગે છે. ત્યાં, અન્ય એક યુઝરે લખ્યું છે, એવું નથી લાગતું કે મલાઈકા આટલા મોટા પુત્રની માતા છે.

 

View this post on Instagram

 

A post shared by Gorgeous❤Malaika (@gorgeousmalaika)

ઉલ્લેખની છે કે, મલાઈકા અરોરા અને પુત્ર અરહાને ક્રિસમસ લંચમાં હાજરી આપી હતી. આ દરમિયાન અર્જુન કપૂર અને મલાઈકાની બહેન અમૃતા અરોરા પણ હાજર રહી હતી. આ દરમિયાન અર્જુન કપૂર લાલ સ્વેટશર્ટ અને બ્લેક ટ્રેક પેન્ટમાં જોવા મળ્યો હતો. મલાઈકા અરોરાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર ક્રિસમસ સેલિબ્રેશનની ઝલક પણ શેર કરી છે. તેણે “શેમ્પેઈન વિશ એન્ડ કેવિઅર ડ્રીમ્સ” કેપ્શન સાથે વીડિયો શેર કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by FilmyKalakar (@filmykalakar)

મલાઈકાએ વાનગીઓની તસવીર પણ શેર કરી હતી અને તેને કેપ્શન આપ્યું, થાળીમાં ખુશી. નોંધનીય છે કે, અમૃતા અરોરા હાલમાં જ કોરોનાથી સ્વસ્થ થઈ છે, અને તે બાદ તે ક્રિસમસની પાર્ટીઓ એન્જોય કરી રહી છે. મલાઇકા અને અર્જુનની વાત કરીએ તો, મલાઈકા અરોરા આ દિવસોમાં અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)

મલાઈકા અને અર્જુન ઘણીવાર સાથે હેંગઆઉટ કરતા જોવા મળે છે. બંને ઘણા વર્ષોથી રિલેશનશિપમાં છે. બંનેના લગ્નની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે હજુ સુધી બંનેમાંથી કોઈએ તેમના લગ્ન વિશે કંઈ કહ્યું નથી. મલાઈકા અરોરાએ વર્ષ 2017માં અરબાઝ ખાનથી છૂટાછેડા લીધા હતા. મલાઇકા અને અરબાઝનો એક પુત્ર છે અરહાન ખાન, જે હાલ વિદેશમાં રહીને અભ્યાસ કરી રહ્યો છે. જો કે, હાલ તો તે ભારત આવ્યો છે અને તેના માતા-પિતા સાથે એન્જોય કરી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)

Shah Jina