બોલિવૂડના ગલિયારામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. બોલિવુડના પોપ્યુલર કપલમાંના એક મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનું બ્રેકઅપ થઈ ગયું છે. તાજેતરના અહેવાલ મુજબ, લગભગ એક અઠવાડિયાથી અર્જુન અને મલાઈકા વચ્ચે કંઈપણ ઠીક ચાલી રહ્યું નથી. અર્જુન તેના લેડી લવને તેના ઘરે મળવા જઈ રહ્યો નથી, તેથી એવું માનવામાં આવે છે કે તે બંને અલગ થઈ ગયા છે. હાલમાં આ સમાચાર પર અર્જુન કે મલાઈકા તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી. પરંતુ મીડિયા રીપોર્ટ અનુસાર બંનેએ પોતાના સંબંધોને ખતમ કરવાનો નિર્ણય લીધો છે. અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના નજીકના સૂત્રએ એક વેબસાઈટ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ‘6 દિવસથી વધુ સમય થઈ ગયો છે, મલાઈકા તેના ઘરની બહાર નથી આવી.
તે આઇસોલેશનમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ખૂબ જ દુઃખી છે અને તેણે થોડા સમય માટે પોતાને બહારની દુનિયાથી દૂર રાખવાનો નિર્ણય કર્યો છે. તે જ સમયે, અર્જુન પણ અભિનેત્રીને તેના ઘરે મળવા જવાનો નથી. અર્જુન ત્રણ દિવસ પહેલા તેની બહેન રિયા કપૂરના ઘરે ડિનર માટે પહોંચ્યો હતો. રિયાનું ઘર મલાઈકાના ઘરની ખૂબ નજીક છે, પરંતુ તેમ છતાં અભિનેતા મલાઈકાને તેના ઘરે મળવા ગયો ન હતો, પરંતુ રિયાના ઘરેથી ડિનર કર્યા પછી તે તેના ઘરે પાછો ફર્યો હતો. જો કે મલાઈકા ઘણીવાર અર્જુનના પરિવાર સાથે ડિનરમાં જતી હતી, પરંતુ તે દિવસે ડિનરમાં તે અર્જુન સાથે નહોતી. અર્જુન પણ મલાઈકાને તેના ઘરે મળવા ગયો ન હતો.
સામાન્ય રીતે અર્જુન અને મલાઈકા ડિનર ડેટ અથવા કોફી ડેટ પર પણ જતા હોય છે, પરંતુ કેટલાક સમયથી બંને એકબીજાને મળ્યા પણ નથી. આ બધી બાબતો પરથી એવું લાગે છે કે કપલ વચ્ચે કંઈ સારું નથી ચાલી રહ્યું. તમને જણાવી દઈએ કે મલાઈકા અને અર્જુન લગભગ ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. પાર્ટીમાં હોય કે વેકેશનમાં બંને ઘણીવાર સાથે જોવા મળે છે. હવે જોવાનું એ રહેશે કે આ સમાચારમાં કેટલું સત્ય છે. ઉલ્લેખનીય છે કે, બ્રેકઅપના સમાચાર પર મલાઇકા અને અર્જુન બંનેમાંથી કોઇનું પણ નિવેદન સામે આવ્યુ નથી.
વર્કફ્રન્ટની વાત કરીએ તો અર્જુન કપૂર પાસે અત્યારે ઘણા પ્રોજેક્ટ છે. અર્જુન કપૂર છેલ્લે ફિલ્મ ‘ભૂત પોલીસ’માં જોવા મળ્યો હતો. આમાં તેના સિવાય સૈફ અલી ખાન, યામી ગૌતમ અને જેકલીન ફર્નાન્ડીઝ લીડ રોલમાં હતા. તેની આગામી ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’ છે. મલાઈકા અરોરા તાજેતરમાં ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’માં જજ તરીકે જોવા મળી હતી.