મલાઈકાઅને અરબાઝ ફેમિલી ગેટ ટુ ગેધરમાં આવ્યા નજર, અભિનેત્રીની માતાએ બધાની સામે જમાઈને કપાળે કર્યું ચુંબન

છુટા છેડા પછી ફરી એક થયા મલાઈકા-અરબાઝ? એક્સ જમાઈ પર પ્રેમ તો જો ઉભરાયો…7 તસ્વીરોમાં મલાઈકા ભાભી લાગ્યા ગોર્જીયસ

મલાઈકા અરોરા ઘણીવાર તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે જોવા મળે છે. પરંતુ આ વખતે તેણે રવિવારનું લંચ બોયફ્રેન્ડ સાથે નહીં પરંતુ એક્સ પતિ એટલે કે અરબાઝ ખાન સાથે કર્યું.

આ દરમિયાન મલાઈકાનો આખો પરિવાર પણ જોવા મળ્યો હતો. આ જોઈને લોકો અનુમાન લગાવી રહ્યા છે કે શું બંને વચ્ચે બધું બરાબર થઈ રહ્યું છે? મલાઈકા અરોરાએ રવિવારે તેના એક્સ પતિ અરબાઝ ખાન સાથે ફેમિલી લંચ કર્યું હતું.

આ દરમિયાન તેમના પુત્ર અરહાન ખાન સિવાય પરિવારના નજીકના સભ્યો તેમની સાથે હાજર રહ્યા હતા. લંચ કર્યા પછી મલાઈકા ઉતાવળમાં જતી જોવા મળી હતી અને તે ગયા પછી જ અમૃતા અરોરા, તેનો પુત્ર, તેની માતા, અરબાઝ ખાન અને તેનો પુત્ર પોઝ આપતા જોવા મળ્યા હતા.

ફેમિલી લંચ માટે મલાઈકાએ સફેદ ટી-શર્ટ અને શોર્ટ સ્કર્ટ પહેર્યું હતું. તેણે લાલ બૂટ સાથે પોતાનો લુક પૂરો કર્યો. તેમજ અરબાઝ ખાન કેઝ્યુઅલ લુકમાં દેખાયા હતા. તેણે સફેદ ટી-શર્ટ સાથે બ્લુ ટ્રેક પેન્ટ પહેર્યું હતું. તેનો પુત્ર અરહાન લીલા ટી-શર્ટ અને વાદળી જીન્સમાં જોવા મળ્યો હતો.

આ લંચ દરમ્યાન કંઈક એવું પણ જોવા મળ્યું જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા. લંચ કર્યા બાદ જ્યારે બધા બહાર આવ્યા ત્યારે મલાઈકાની માતાએ તમામ લાઈમલાઈટ લૂંટી લીધી હતી. તેણે તેની પુત્રી સાથે પોઝ આપ્યો ન હતો પરંતુ

અરબાઝને જતા જોઈને તેણે તેને પ્રેમથી તેને બોલાવ્યો. તે દરમ્યાન મલાઈક અરોરાની માતાએ અરબાઝ ખાનના માથા ઉપર ચુમતી નજર આવી હતી. આ સુંદર પળને પેપરજીઓએ તેમના કેમેરામાં કેદ કરી લીધા હતા.

મલાઈકા અને અરબાઝે 2017માં છૂટાછેડા લીધા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જ્યારે અરબાઝ મોડેલ જ્યોર્જિયા એન્ડ્રેનીને ડેટ કરી રહ્યો છે, ત્યારે મલાઈકા અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે. અરબાઝ ખાનથી અલગ થયા બાદ મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના અફેરને લઈને ચર્ચાઓ થઈ હતી. બંને સ્ટાર્સ તેમના સંબંધોને કારણે હેડલાઇન્સમાં રહે છે.

મલાઈકા પોતાની ડાન્સિંગ સ્કિલ્સ માટે પ્રખ્યાત છે. તેણી ‘મુન્ની બદનામ હુઇ’ (દબંગ), ‘માહી વે’ (કાંટે), ‘છૈયા છૈયા’ (દિલ સે …) જેવા ગીતોમાં તેના જબરદસ્ત અભિનય માટે જાણીતી છે. મલાઈકા એંટરપ્રેન્યોર અને ફિટનેસ એક્પર્ટ તરીકે પણ જાણીતી છે.

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા સોશ્યિલ મીડિયા પર તેની તસવીર અને વીડિયોને લઈને ખુબ જ ચર્ચામાં રહેતી હોય છે. મલાઈકાની તસવીર અને વીડિયોમાં અંદાજ વખાણ કરવાને લાયક હોય છે. ફિલ્મોથી દૂર હોવા છતાં પણ મલાઈકા અરોરાએ બોલિવૂડમાં તેની જબરદસ્ત ઓળખ બનાવી છે.

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા ફીટનેસ ફ્રીક છે મલાઇકા તેના પાર્ટી લુક અને જીમ લુકથી સોશિયલ મીડિયા પર તહેલકો મચાવતી રહે છે. અવાર નવાર તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. જોકે, મલાઈકા લાઈમલાઈટમાં આવવાની કોઈ તક છોડતી નથી. 47 વર્ષની મલાઈકા અરોરા આ ઉંમરે પણ યુવાન અભિનેત્રીઓને ટક્કર આપતી નજર આવે છે.

Patel Meet