સુરત એરપોર્ટ પર મોટો અકસ્માત : પ્લેન સાથે અથડાયો ટ્રક, પ્લેનની આવી હાલત થઇ, જુઓ
Major tragedy at Surat airport : સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યા બાદ ત્યાં ફ્લાઈટની સંખ્યામાં વધારો થયો છે. પરંતુ હાલ સુરત એરપોર્ટ પરથી એક ચોંકાવનારી ખબર સામે આવી છે. જેમાં શારજાહ-સુરત ફલાઇટ સાથે મોટી દુર્ઘટના થતા માંડ માંડ બચી હતી. ગત બુધવારના રોજ રાત્રે 11:15 કલાકે શારજાહથી સુરત આવેલી ફલાઇટ લેન્ડ થયા બાદ રન-વે એપ્રન પર જઈ રહી હતી. આ દરમિયાન ફ્લાઇટની એક વિંગ રન-વેની સાઈડમાં ઉભેલા એક ટ્રક સાથે અથડાઈ હતી.
આ ઘટનામાં ફલાઇટની વિંગ ડેમેજ થઇ ગઈ હતી. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ફ્લાઇટને ગ્રાઉન્ડ કરી દેવી પડી હતી. આ સમયે ફલાઇટમાં 162 યાત્રીઓ સવાર હતા. જેમના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા, સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાની થઇ નહોતી. આ ઘટનાને લઈને એરપોર્ટ ઓથોરિટી દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.
આ મામલે અકસ્માતનો રિપોર્ટ તૈયાર કરીને ડિરેક્ટર જનરલ સિવિલ એવિએશનને સોંપી દેવામાં આવ્યો છે. જેના કારણે હવે તપાસ બાદ ફલાઇટ ઓપરેટ કરવાની મંજૂરી આપવામાં આવશે. મીડિયા રિપોર્ટ અનુસાર એરપોર્ટ પર પેરેલલ ટેક્સી ટ્રેક બનાવવા માટેની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે. આ કામગીરીમાં માટી લાવતી ટ્રકોની મોટાપાયે અવર-જવર થઈ રહી છે. દરમિયાન ગત રાત્રે એક ટ્રકનો ચાલક ટ્રકને રન-વે પાસે મૂકીને જતો રહ્યો હતો ત્યાર બાદ આ ઘટના બની હતી.
આ અકસ્માત ટ્રક ચાલકની ભૂલને કારણે સર્જાયો હતો અને તેના કારણે 162 મુસાફરોનો પ્રવાસ બગડ્યો હતો. કારણ કે, ફ્લાઈટ મોડી પડી હતી અને આ પેસેન્જરને શુક્રવારે મળસ્કે 5 વાગ્યાની ફ્લાઈટમાં શારજાહ માટે રવાના કરવામાં આવ્યા હતા. આ પહેલા પણ સુરત એરપોર્ટ પરથી આવી કેટલીક ઘટનાઓ સામે આવી છે જેમાં ગત 27 ફેબ્રુઆરીના રોજ એક ફ્લાઇટ રન-વે પર હોવાથી બીજી ફ્લાઇટને લેન્ડ કરવા માટે મંજૂરી અપાઈ ન હતી, જેને કારણે એ ફ્લાઇટે હવામાં જ ચક્કર મારવા પડ્યાં હતાં.