વૃદ્ધ મહિલાને લૂંટવા માટે નોકરાણીએ કર્યું રૂંવાડા ઉભા કરી દેનારું કામ, હાર્પિક અને ઝંડુ બામનું આઈડ્રોપ બનાવ્યું અને પછી… જાણો સમગ્ર મામલો

નોકરાણીએ કર્યો ખતરનાક કાંડ: સીધી સાદી સંસ્કારી નોકરાણીએ માલિકની જે હાલત કરી છે, સાંભળીને રુવાડા બેઠા થઇ જશે

દેશભરમાં લૂંટ અને હત્યાના મામલાઓ  સતત સામે આવી રહ્યા છે, આજે લોકો પૈસાની પાછળ એટલા બંધ આંધળા બની ગયા છે કે પૈસા માટે થઈને કોઈને પણ નુકશાન પહોંચવી શકે છે. પોતાના ઘરની અંદર કામ કરતી કામવાળી ઉપર પણ આજના સમયમાં વિશ્વાસ કરવો ભારે બની ગયો છે, જેનો તાજા મામલો હાલ સામે આવ્યો છે.

આ હેરાન કરી દેનારો મામલો સામે આવ્યો છે હૈદરાબાદથી. જ્યાં એક કેરટેકરે 73 વર્ષીય વૃદ્ધ મહિલાને હાર્પિક અને ઝંડુ બામના ઝેરી મિશ્રણથી અંધ કર્યા પછી લૂંટી લીધી હતી. પોલીસે બુધવારે 32 વર્ષીય મહિલા કેરટેકર પી ભાર્ગવીની ધરપકડ કરી હતી અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, 73 વર્ષીય હેમવતી સિકંદરાબાદના નાચારામમાં એક એપાર્ટમેન્ટમાં એકલી રહેતી હતી. તેમનો પુત્ર શશિધર લંડનમાં રહે છે. પુત્રએ ઓગસ્ટ 2021માં પી ભાર્ગવીને ઘરે રહીને તેની સંભાળ રાખવા માટે નિયુક્ત કર્યા હતા. ત્યારથી, કેરટેકર પી ભાર્ગવી તેની સાત વર્ષની પુત્રીને લઇ વૃદ્ધ સાથે રહેવા લાગી અને ઘરમાં ચોરી કરવાની તકની રાહ જોતી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

ઓક્ટોબર 2020 માં પી ભાર્ગવીએ જોયું કે હેમવતી તેની આંખો મસળતી હતી, જેના પર કેરટેકરે આંખોમાં દવા નાખવા કહ્યું. પી ભાર્ગવીએ હાર્પિક જે બાથરૂમ સાફ કરવામાં કામ આવે છે અને ઝંડુ મલમને પાણીમાં ભેળવીને આપ્યું. થોડા દિવસો પછી હેમવતીએ તેના પુત્રને કહ્યું કે તેને આંખમાં ચેપ લાગ્યો છે. આના પર તેને નજીકની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જો કે, જ્યારે તેમની આંખોની રોશની બગડી, ત્યારે તેમની પુત્રી ઉર્વશી તેમને હોસ્પિટલ લઈ ગઈ, પરંતુ કંઈ ખબર પડી નહીં.

(પ્રતીકાત્મક તસવીર)

જ્યારે મહિલાએ તેની દૃષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી દીધી હતી, ત્યારે તેનો પુત્ર શશિધર હૈદરાબાદ આવ્યો અને તેને એલવી ​​પ્રસાદ આંખની હોસ્પિટલમાં લઈ ગયો. તપાસ બાદ હોસ્પિટલના તબીબે જણાવ્યું કે આંખોમાં ઝેરી પદાર્થ નાખવાથી તેમની આંખોની રોશની ગઈ હતી. આના પર પરિવારને કેરટેકર પર શંકા ગઈ અને તેઓએ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી.

(પ્રતીકાત્મક તસવીર)

ફરિયાદના આધારે પોલીસે કેરટેકર પી ભાર્ગવી સામે ગુનો નોંધ્યો હતો. સખત પૂછપરછ પછી પી ભાર્ગવીએ ખુલાસો કર્યો કે તેણે વૃદ્ધ મહિલાને આંધળી કરી અને 40,000 રૂપિયા, બે સોનાની બંગડીઓ, એક સોનાની ચેન અને અન્ય ઘરેણાંની ચોરી કરી. પોલીસે મહિલાની ધરપકડ કરીને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી છે.

Niraj Patel