પાકિસ્તાની બેડમિન્ટન ખેલાડી મહૂર શાહઝાદને તેના એક કમેન્ટને કારણે વિવાદોનો સામનો કરવો પડી રહ્યો છે. શાહઝાદના કમેન્ટને કારણે પઠાન સમુદાયના કેટલાક લોકો તેના પર ભડકી ગયા હતા. જે બાદ તેણે તેના નિવેદન માટે માફી માંગવી પડી હતી. તેમણે કહ્યુ હતુ કે, લોકોએ મારી રમતની સરાહના કરી છે પરંતુ કેટલાક બેડમિન્ટન ખેલાડી છે જે એકદમ પઠાન ટાઇપ છે.
હું પાકિસ્તાનની નંબર વન ખેલાડી છું. પરંતુ અમારા બાકી પાકિસ્તાની ખેલાડીની સફળતા જોઇ ઘણી ઇર્ષ્યા કરે છે. એવું લાગે છે કે તે પોતે આગળ વધતા નથી અને બીજાને પણ આગળ વધતા જોઇ શકતા નથી. 24 વર્ષિય મહૂરના કમેન્ટ બાદ સોશિયલ મીડિયા પર ઘણો વિવાદ થયો અને તેને કારણે પઠાન સમુદાયના લોકોએ તેની ઘણી આલોચના કરી. તેની કમેન્ટ પર બબાલ મચી ગઇ હતી અને તેને જોઇ હવે મહૂરે માફી માંગી છે.
તેણે એક વીડિયોથી લોકો સામે પોતાની વાત રાખી છે અને માફી માંગી છે. તેણે આ વીડિયોમાં કહ્યુ કે, હું મારા એ બધા પશ્તૂન ભાઇઓ અને બહેનનોની માફી માંગુ છુ જેને મારી વાતોથી ખોટુ લાગ્યુ. બધા પાકિસ્તાની લોકો અને ચાહકો મારા સાથે ઘણા સારી રીતે પેશ આવે છે. પરંતુ તમને મારી વાત સમજમાં નહિ આવે.
2 જૂનના રોજ જયારે એ એલાન યુ કે ઓલંપિક્સમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરી રહી છુ ત્યારથી હું ઘણી પરેશાન પણ થઇ ગઇ છુ. તેણે આગળ કહ્યુ કે, મારી પરેશાનીનું કારણ એ છે કે આ એલાન બાદથી જ કેટલાક ટોપ બેડમિન્ટન ખેલાડીઓ મારા વિશે મીડિયામાં ખોટી જાણકારી ફેલાવી રહ્યા છે. મારા પિતા પર પણ આરોપ લાગ્યો છે કે તેમણે પાકિસ્તાન બેડમિન્ટન ફેડરેશનને રિશ્વત આપી છે. મને લઇને એવો માહોલ બનાવી દેવામાં આવ્યો છે કે મારી પાસે કોઇ સ્કિલ્સ નથી.