એકવાર ફરીથી આંનદ મહિન્દ્રાએ પૂરું કર્યું પોતાનું વચન, નટરાજન પછી આ ક્રિકેટરને પણ આનંદ મહિન્દ્રાએ આપી ચમચમાતી થાર

ઓસ્ટ્રેલિયા ટુર પર શાનદાર પ્રદર્શન કરનારા ટિમ ઈન્ડીયાના ગેંદબાજ એવા ટી નટરાજનને ઓટો મોબાઈલ કંપનીના માલિક એવા આનંદ મહિન્દ્રાએ કાર ભેંટમાં આપવાનું વચન આપ્યું હતું, અને હવે તેમણે આ વચન પૂરું કર્યું છે.જેની જાણકારી નટરાજને ટ્વીટર એકાઉન્ટ દ્વારા આપી છે.

Image Source

પોતાનું વચન પૂરું કરતા આનંદજીએ નટરાજનને ચમચમાતી ગાડી Thar ભેંટમાં આપી છે, જેની તસવીર શેર કરીને નટરાજને આનંદજીનો આભાર વ્યક્ત કર્યો હતો અને રિટર્ન ગિફ્ટ આપ્યું હતું.એવામાં આનંદજીએ ક્રિકેટર શાર્દુલ ઠાકુરને પણ ચમચમાતી ગાડી મહિન્દ્રા થાર ભેંટમાં આપવાનું વચન પૂર્ણ કર્યું છે જેની જાણકારી શાર્દુલે ટ્વીટર એકાઉન્ટ દ્વારા આપી હતી.

Image Source

શાર્દુલે ગાડી સાથેની પોતાની તસવીર ટ્વીટર પર શેર કરતા લાખ લખ્યું કે,”નવી મહિન્દ્રા થાર આવી ચુકી છે. મહિન્દ્રા કંપનીએ તેને ખુબ જબરદસ્ત રીતે બનાવી છે. હું આ એસયુવી ગાડીને ડ્રાઇવ કરીને ખુબ જ ખુશ છું. આ જેસ્ચરને આપણા દેશના યુવકો ખુબ પસંદ કરશે. એકવાર ફરીથી શ્રી આનંદ મહિન્દ્રા અને પ્રકાશ વાકંકરજીનો આભાર જેમણે ઓસ્ટ્રેલિયા ટુર પર અમારા યોગદાનની પ્રશંસા કરી હતી”.

જણાવી દઈએ કે મહેન્દ્રજીએ માત્ર શાર્દુલ અને નટરાજનને જ નહિ પણ મોહમ્મદ સિરાજ, શુભનગ ગિલ, વોશિંગટન સુંદર, અને નવદીપ સૈનીને પણ મહિન્દ્રા થાર ભેંટમાં આપવાનું વચન આપ્યું હતું.

Krishna Patel