અપમાન થયા પછી અડધો કલાકમાં 10 લાખ લાવી સામે રાખનાર ખેડૂત માટે આનંદ મહિન્દ્રાએ કર્યુ ટ્વીટ, જાણો આ વખતે શું કહ્યુ

આપણા દેશમાં લોકોને તેમના કપડાથી જજ કરવાનો અનોખો ટ્રેન્ડ છે. વ્યક્તિ ગમે તેટલો અમીર કેમ ન હોય, જો તેણે યોગ્ય કપડાં ન પહેર્યા હોય તો લોકો તેને ગરીબ માને છે. પરંતુ એક કાર શોરૂમના સેલ્સમેન તરીકે કપડાં દ્વારા વ્યક્તિની સ્થિતિનું મૂલ્યાંકન કરવું ક્યારેક ભારે પડી શકે છે. કર્ણાટકના તુમકુરના ચિક્કાસન્દ્રા હોબલીમાં કેમ્પેગૌડા આરએલ નામનો ખેડૂત તેના મિત્રો સાથે કારના શોરૂમમાં પહોંચ્યા. તે પોતાના માટે એસયુવી ખરીદવા ગયો હતો. વ્યવસાયે સોપારીના ખેડૂત કેમ્પેગૌડાએ જ્યારે કારની કિંમત પૂછી તો સેલ્સમેન તેના કપડા જોઈને તેની મજાક કરવા લાગ્યો અને કારની કિંમત જણાવવાને બદલે તે હસવા લાગ્યો.

કેમ્પેગૌડાએ દાવો કર્યો હતો કે સેલ્સમેને તેને કહ્યુ કે તેના ખિસ્સામાં 10 રૂપિયા પણ નહીં હોય. સેલ્સમેને ખેડૂતને કહ્યું કે જો તે 30 મિનિટમાં 10 લાખ રૂપિયા લાવી દે તો આજે જ તેને કારની ડિલિવરી આપી દેવામાં આવશે. ત્યારબાદ આ ખેડૂતો ગણતરીની મિનિટોમાં જ લાખો રૂપિયા લાવીને સેલ્સમેનના ટેબલ પર મૂક્યા. આ જોઈને સેલ્સમેનની આંખો પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. કેમ્પેગૌડાએ તો તેનું કામ કરી દીધું હતું, પરંતુ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે સેલ્સમેન પીછેહઠ કરી. સેલ્સમેને કહ્યું કે વાહનની ડિલિવરી આજે નહીં થાય અને 2-3 દિવસ લાગશે. આ પછી કેમ્પેગૌડા અને તેના મિત્રો ગુસ્સે થયા અને તેઓએ શોરૂમની સામે ધરણાં કરવાની ધમકી આપી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

કર્ણાટકના એક શોરૂમમાં કથિત રીતે અપમાનિત થયેલા ખેડૂત પ્રત્યે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાની પ્રતિક્રિયા પછી, તેમને માફી અને સન્માન સાથે નવું બોલેરો વાહન આપવામાં આવ્યું છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પર આ મામલો સામે આવ્યા બાદ પ્રતિક્રિયા આપી હતી. આનંદ મહિન્દ્રાએ લખ્યું, “મહિન્દ્રાઝનો મુખ્ય ઉદ્દેશ્ય આપણા સમુદાયો અને તમામ હિતધારકોને ઉપર આવવા સક્ષમ બનાવવાનો છે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યક્તિગત છે. આ મામલો સત્વરે ઉકેલવો જોઈએ.

બાદમાં, મહિન્દ્રા ઓટોમોટિવ તરફથી એક સત્તાવાર નોંધ પણ આવી, જેમાં કંપનીએ લખ્યું, ’21મી જાન્યુઆરીએ ડીલરશીપ પર પહોંચવાથી થયેલી અસુવિધા બદલ અમે શ્રી કેમ્પેગૌડા અને તેમના મિત્રોની માફી માંગીએ છીએ. વચન મુજબ અમે યોગ્ય પગલાં લીધાં છે અને મામલો ઉકેલાઈ ગયો છે. અમને પસંદ કરવા બદલ અમે કેમ્પેગૌડાનો આભાર માનીએ છીએ અને મહિન્દ્રા પરિવારમાં તેમનું સ્વાગત કરીએ છીએ’

Shah Jina