આશરે 5,000 દીકરીઓના પિતા તરીકે ઓળખાતા મહેશ સવાણીએ કહ્યું, જો મારી પાસે અંબાણી-અદાણી જેટલા પૈસા હોત તો….

રોજ પુત્રવધૂના ચરણસ્પર્શ કરે છે હજારો દીકરીઓના માટે ભગવાન સમાન મહેશ સવાણી, અંબાણી-અદાણી જેટલા રૂપિયા હોત તો…આગળ વાંચીને કરશો સલામ

હાલમાં જ 19 જૂન રવિવારના રોજ ફાધર્સ ડે ઉજવવામાં આવ્યો હતો. આ દિવસે લગભદ સૌ કોઇએ પોતાના પપ્પા માટે સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂક્યુ હશે. કાં તો તેમના માટે કંઇ કર્યુ હશે. ત્યારે આજે આપણે એક એવા પિતાની વાત કરવાના છીએ જે એક-બે કે ત્રણ દીકરીઓ નહિ પરંતુ 4800થી પણ વધારે દીકરીઓના પિતા છે. અમે વાત કરી રહ્યા છીએ મહેશભાઇ સવાણીની. મહેશભાઇએ અત્યાર સુધી 4874 દીકરીઓને સાસરે વળાવી છે. તેઓ દીકરીઓની બધી બાબતોનું ખાસ ધ્યાન રાખે છે.

મહેશભાઇએ ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે તેમને વધારેમાં વધારે દીકરીઓના લગ્ન કરાવવા છે. જો તેમની પાસે અદાણી-અંબાણી જેટલા પૈસા હોત તો તેઓ આખા રાજ્યની દીકરીઓના લગ્ન કરાવત. મહેશભાઇ માટે સ્ત્રી ભગવાનનું રૂપ છે અને તેઓ જ્યારે પણ બહાર જાય ત્યારે તેમના પુત્રવધુના ચરણ સ્પર્શ કરે છે. તેમણે તેમના દીકરાના લગ્નમાં પણ મહેમાનોની હાજરીમાં પુત્રવધુના ચરણ સ્પર્શ કર્યા હતા. તેઓ કહે છે કે તેમણે ક્યારેય તેમની પુત્રવધુઓને પુત્રવધુ નથી કહ્યુ.

તેઓ જ્યારે પણ ઘરની બહાર નીકળે ત્યારે તેમના દીકરા મિતુલ અને મોહિતની પત્ની એટલે કે તેમની બંને દીકરીઓ જાનકી અને આયુષીને પગે લાગે છે. તેઓ તેમની પુત્રવધુ એટલે કે દીકરીઓને ભગવાન જ માને છે. તેઓ કહે છે કે તે મારો વંશ આગળ વધારશે અને એટલે બંને તેમની દીકરીઓ છે. તેઓ સ્કૂલ પણ સંભાળે છે. તેમના દીકરાઓ બિઝનેસમાં છે. જ્યારે કોઇ સમૂહ લગ્ન હોય કે કોઇ પ્રોગ્રામ તેઓ શોપિંગની જવાબદારી પણ નિભાવે છે. મહેશભાઇ કહે છે કે મારા પિતા કહેતા કે પૈસા કમાતા પહેલા વાપરતા શીખો.

કમાવો છે એના કરતા કઇ જગ્યાએ વાપરો છો એ મહત્વનું છે. મહેશભાઇ સવાણીએ કહ્યુ કે તેમાન પિતાના લગ્ન સમૂહલગ્નમાં થયા હતા અને તેમના અને તેમના ભાઈ-બહેનના પણ લગ્ન સમૂહમાં જ થયા હતા. તેમણે તેમના બે દીકરાઓના લગ્ન પણ સમૂહમાં કર્યા હતા. તેઓ કહે છે કે અમે ખોટા દંભ કે દેખાડામાં માનતા નથી. મહેશભાઇએ અત્યાર સુધી 4874 દીકરીઓના લગ્ન કરાવ્યા છે અને વર્ષ 2007 પછી કોરોના દરમિયાનના એક વર્ષને છોડી તેઓ દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરે છે.

તેઓ કહે છે કે દીકરીઓના મેરેજ અને પછી તેમની ડિલીવરી સુધીનો ખર્ચ તેઓ જ ભોગવે છે. જે લગભગ 14 કરોડ રૂપિયા વાર્ષિક છે. તેઓ અત્યાર સુધી 150 કરોડ રૂપિયાથી વધુ તો ખર્ચી ચૂક્યા છે. મહેશભાઇ સવાણી દીકરીઓના લગ્ન બાદ 50-50ના ગ્રુપ બનાવી દીકરી અને જમાઇને હનીમુન માટે પણ મોકલે છે. જો કોઇ દીકરી વિધવા થાય તો તેમને દર મહિને 7500 રૂપિયા મળે છે. મહેશભાઇ સવાણીએ HIV પીડિત નિરાધાર દીકરીઓ માટે ફાર્મ હાઉસ ખોલ્યુ હતુ. જ્યાં 70 દીકરીઓ રહે છે. આ ઉપરાંત તેઓ વિધવા બહેનો અને સિનિયર સિટિઝનને જાત્રા પણ કરાવે છે.

Shah Jina