હજારો દીકરીઓના પાલક પિતા મહેશભાઇ સવાણી ઘરેથી બહાર નીકળે ત્યારે પુત્રવધુના કરે છે ચરણ સ્પર્શ, વાંચીને ભાવુક થઇ જશો

કરોડોપતિ મહેશ સવાણી રોજ વહુઓને કેમ પગે લાગે છે? વાંચીને ભાવુક થઇ જશો

19 જૂન રવિવારના રોજ સમગ્ર વિશ્વમાં ફાધર્સ ડે સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. આ દિવસે લગભદ સૌ કોઇએ પોતાના પપ્પા માટે સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂક્યુ હશે. કાં તો તેમના માટે કંઇ કર્યુ હશે. ત્યારે આજે આપણે એક એવા પિતાની વાત કરવાના છીએ જે એક-બે કે ત્રણ દીકરીઓ નહિ પરંતુ 4800થી પણ વધારે દીકરીઓના પિતા છે. અમે વાત કરી રહ્યા છીએ મહેશભાઇ સવાણીની. મહેશભાઇએ અત્યાર સુધી 4874 દીકરીઓને સાસરે વળાવી છે.

તેઓ દીકરીઓની બધી બાબતોનું ખાસ ધ્યાન રાખે છે.મહેશભાઇ વિશે એ વાત જાણી તમને ચોક્કસથી નવાઇ લાગશે કે તેઓ માટે સ્ત્રી ભગવાનનું રૂપ છે અને તેઓ જ્યારે પણ બહાર જાય ત્યારે તેમના પુત્રવધુના ચરણ સ્પર્શ કરે છે. તેમણે તેમના દીકરાના લગ્નમાં પણ મહેમાનોની હાજરીમાં પુત્રવધુના ચરણ સ્પર્શ કર્યા હતા. તેઓ કહે છે કે તેમણે ક્યારેય તેમની પુત્રવધુઓને પુત્રવધુ નથી કહ્યુ.તેઓ જ્યારે પણ ઘરની બહાર નીકળે ત્યારે તેમના દીકરા મિતુલ અને મોહિતની પત્ની જાનકી અને આયુષીને પગે લાગે છે.

તેઓ તેમની પુત્રવધુ એટલે કે દીકરીઓને ભગવાન જ માને છે. તેઓ કહે છે કે તે મારો વંશ આગળ વધારશે અને એટલે બંને તેમની દીકરીઓ છે. તેઓ સ્કૂલ પણ સંભાળે છે. તેમના દીકરાઓ બિઝનેસમાં છે. જ્યારે કોઇ સમૂહ લગ્ન હોય કે કોઇ પ્રોગ્રામ તેઓ શોપિંગની જવાબદારી પણ નિભાવે છે. મહેશભાઇએ એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે તેમને વધારેમાં વધારે દીકરીઓના લગ્ન કરાવવા છે. જો તેમની પાસે અદાણી-અંબાણી જેટલા પૈસા હોત તો તેઓ આખા રાજ્યની દીકરીઓના લગ્ન કરાવત.

Shah Jina