મનોરંજન

BREAKING આ દીગ્ગજ અભિનેતા બન્યો કેન્સરનો ભોગ, ફેન્સને લાગ્યો આઘાત- જુઓ

બોલીવુડમાંથી એક પછી એક દુઃખદ સમાચારો સામે આવતા રહે છે. થોડાક સમય પહેલા જ અભિનેતા સંજય દત્ત કેન્સરની બીમારીથી ઝઝૂમી રહ્યો હતો, આ પહેલા પણ ઘણા કલાકારો કેન્સરને મ્હાત આપી ચુક્યા છે, ત્યારે હાલ બોલીવુડના ખ્યાતનામ અભિનેતા અને નિર્દેશક મહેશ માંજરેકર કેન્સરનો ભોગ બન્યા હોવાનું સામે આવી રહ્યું છે.

થોડા દિવસ પહેલા જ મહેશ માંજરેકરને બ્લડ કેન્સર હોવાનું ખબર પડી હતી. જેના બાદ ડોક્ટરોએ તેમની સર્જરી કરવા માટે જણાવ્યું હતું. મહેશ માંજરેકરે 10 દિવસ પહેલા જ મુંબઈની એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં સરજરુ કરાવી. જણાવવામાં આવી રહ્યું છે કે મહેશ માંજરેકર એકદમ ઠીક છે અને હોસ્પિટલમાંથી ઘરે પરત આવી ગયા છે. હવે તેમની હાલતમાં સુધાર પણ થઇ રહ્યો છે.

મહેશ માંજરેકરના વર્કફ્રન્ટની જો વાત કરવામાં આવે તો તે બોલીવુડની ઘણી ફિલ્મોમાં અભિનય કરી ચુક્યા છે. આ ઉપરાંત તે મરાઠી સિનેમાના પણ ખ્યાતનામ અભિનેતા છે, મહેશ સૌથી પહેલા દૂરદર્શનની સિરીઝ “ક્ષિતિજ”માં નજર આવ્યા હતા.  આ ઉપરાંત તેમને ઘણી ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે.