IPL 2024: ‘RCBને વેચી દો…’, ટીમના ખરાબ પ્રદર્શન બાદ આ દિગ્ગજનો ગયો પિત્તો- BCCIને કરી દીધી અનોખી માંગ

‘RCB ને નવા માલિકને વેચી દો…’ ટીમની છઠ્ઠી હાર પર ફૂટ્યો ટેનિસ સ્ટારનો ગુસ્સો, BCCIને આપી અજીબોગરીબ સલાહ

ઇન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનમાં RCB ની ટીમ એક નવા નામ, નવી જર્સી અને નવી ઉમ્મીદો સાથે ટૂર્નામેન્ટમાં ઉતરી હતી. આ તમામ ફેરફારો છતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુનું નસીબ ચમકવા તૈયાર નથી. RCB હાલમાં 2 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે, જેના કારણે દિગ્ગજ ભારતીય ટેનિસ ખેલાડી મહેશ ભૂપતિનો ગુસ્સો ચરમસીમાએ પહોંચ્યો છે.

ડબલ્સ સ્પર્ધામાં 4 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રહી ચૂકેલા ભૂપતિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બેંગલુરુના પ્રદર્શન પર નારાજગી વ્યક્ત કરી છે. IPL 2024માં વિરાટ કોહલી અને દિનેશ કાર્તિક સતત સારી ઇનિંગ રમી રહ્યા છે, જ્યારે ફાફ ડુ પ્લેસિસ પણ છેલ્લી 2 મેચમાં સારા ફોર્મમાં રહ્યો. જો કે, ટીમના અન્ય ખેલાડીઓ, પછી તે બેટ્સમેન હોય કે બોલર તેઓ પોતાને સાબિત નથી કરી શક્યા.

આવી સ્થિતિમાં મહેશ ભૂપતિ RCB ફ્રેન્ચાઇઝી પર નારાજ છે. મહેશ ભૂપતિએ ટ્વિટર પર પોસ્ટ શેર કરી લખ્યુ- ‘આ ખેલ, IPL, ચાહકો અને અહીં સુધી કે ખેલાડીઓની ખાતિર મને લાગે છે કે RCBને નવો માલિક અપાવવા BCCIને આ ફ્રેંચાઇઝી વેચી દેવી જોઇએ, ટીમને એક નવા માલિકની જરૂર છે. જે RCBને એક સારી ફ્રેન્ચાઇઝી બનાવી શકે.’

IPL 2024માં RCBએ અત્યાર સુધી 7 મેચ રમી છે, જેમાંથી ટીમ ફક્ત 1 જીત નોંધાવવામાં સફળ રહી છે. પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાનેથી પ્લેઓફમાં પહોંચવાનો માર્ગ બેંગલુરુ માટે ઘણો મુશ્કેલ લાગે છે. પરંતુ જો RCB હજુ પણ પ્લેઓફમાં પહોંચવા માંગે છે, તો તેણે તેની બાકીની 7 મેચમાંથી ઓછામાં ઓછી 6 મેચ જીતવી પડશે. ટીમે અત્યાર સુધી જે રીતે રમ્યું છે, તેનાથી એવી આશા ઓછી જણાઈ રહી છે કે આવા મુશ્કેલ સંજોગોમાં RCB પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહેશે.

Shah Jina