પિતાની વાત કરતા કરતા જ ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યો મહેન્દ્ર ફળદુનો દીકરો, કહ્યુ- મારામાં એટલી હિંમત નથી કે…

ગુજરાતના રાજકોટમાં છેલ્લા પાંચેક દિવસ પૂર્વે રાજકોટના ઉદ્યોગપતિ અને કડવા પાટીદારની સંસ્થા યુવી ક્લબના ચેરમેન મહેન્દ્ર ફળદુએ આપઘાત કર્યો હતો. ત્યારે ગઇકાલના રોજ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ પરિવારને સાંત્વના પાઠવવા પહોંચ્યા હતા. જો કે, મહેન્દ્ર ફળદુના આપઘાત કર્યાના પાંચેક દિવસ થઇ ગયા છે તો પણ હજી આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. મહેન્દ્ર ભાઇના મોત બાદ તેમના દીકરા પ્રિયાંકને ઘણો આઘાત લાગ્યો છે. ત્યારે ગઇકાલના રોજ મીડિયા સમક્ષ વાત કરતા મહેન્દ્ર ફળદુનો પુત્ર ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યો હતો.

તેણે જણાવ્યું કે, પાંચમાં દિવસે પણ એકેય આરોપી ઝડપાયો નથી, હું ફોનમાં કોઇ સાથે વાત કરી શકું એટલી હિંમત પણ નથી. તેણે કહ્યુ હતુ કે પહેલેથી જ અમને કહ્યું હતું કે, તેમને ખાસ્સો એવો રાજકારણીઓનો સપોર્ટ છે. ત્યારે તેણે માંગ એવી કરી કે સરકાર અને પોલિસ બંને આરોપીઓને તાત્કાલિક પકડે અને પરિવાર તેમના પર ભરોસો રાખીને રાહ જોઇ રહ્યો છે કે એ 7 લોકોની ધરપકડ થાય તેમને ન્યાય મળે. પોલિસમાંથી તેમને એવું જાણવા મળ્યુ કે તે અને તેમના પરિવારજનો બધા ફરાર છે અને હાલ કોઇ મળતુ પણ નથી.

બધા એમના ઘરે, ઓફિસે અને નોન લોકેશન હતા ત્યાંથી પણ કંઇ મળતું નથી. તેણે કહ્યુ કે, તેનામાં એટલી હિંમત નથી કે તે ફોન હાથમાં લઇને કોઇ સાથે વાત કરી શકે. એટલે મને ખબર નથી કે મારા શુભેચ્છકો કોણ છે. જો કે, તેણે કહ્યુ કે, તેને સરકાર અને પોલિસ પર પૂરો વિશ્વાસ છે. તેણેવધુમાં જણાવ્યુ હતુ કે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ આવ્યા બાદ પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતા અને તેમણે આ ઘટના મુદ્દે દુખ પણ જતાવ્યુ હતુ.

વિજય રૂપાણીએ જણાવ્યું કે, મહેન્દ્રભાઈ સમાજમાં ખૂબ સારી નામના ધરાવતા હતા અને જે પણ થયુ તે ઘણુ દુખદ છે. તેઓ ઘણા હિંમતવાન હતા અને સાથે સાથે સેવાભાવી પણ હતા. જો કે, તેમણે અપીલ કરી કે પરિવારને જલ્દીથી ન્યાય મળે. પરિવારની અપેક્ષા છે કે, જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, 2 માર્ચના રોજ રાજકોટમાં મહેન્દ્ર ફળદુએ ઓફિસમાં દવા પી અને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેમણે અંતિમ નોટ પણ લખી હતી જે તેમણે મીડિયાને પણ મોકલી હતી.

Shah Jina