ખબર

મહારાષ્ટ્રમાં ફરી એક સાધુ સહીત 2 લોકો બેરહમીથી હત્યા, આરોપીને લઈને થયો મોટો ખુલાસો

લાગી રહ્યું છે કે છે, મહારાષ્ટ્રમાં સાધુઓને લગાતાર નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પાલઘરમાં 2 સાધુઓની હત્યાના પડઘમ હજુ શમ્યા નથી ત્યારે નાંદેડમાં એક સાધુની હત્યા થતા અરેરાટી વ્યાપી ગઈ છે.

Image Source

મહારાષ્ટ્રના નાંદેડમાં લિંગાયત સમાજના સાધુની હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. ઉમરી તાલુકાના નાગઠનામાં બાળ બ્રહ્મચારી સાધુ શિવચાર્યની હત્યાનો મામલો સામે આવ્યો છે. શિવચર્યા પાસે જ નામના શખ્સની પણ લાશ મળી હતી. આ બંને લાશ બાથરૂમ પાસેથી મળી હતી. હત્યા ગળું કાપીને કરવામાં આવી છે. પોલીસે આ મામલે સાંઈનાથ શિંગાડે નામના શખ્સનેરવિવારે તેલંગણાથી પકડી પાડયો છે.

Image Source

પોલીસનું કહેવું છે કે આરોપી સાધુની લાશને તેની કારની ડેકીમાં મૂકીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ કાર આશ્રમના દરવાજામાં અટવાઇ ગઈ તેથી તે બીજી બાઇક ચોરી કરીને ભાગી ગયો. લેપટોપ અને 65 હજાર વાહન છોડીને ભાગી ગયા હતા. પોલીસ હાલ આ કેસની તપાસ કરી રહી છે.

Image source

ભાજપના નેતા અને પ્રવક્તા રામ કદમે સાધુની હત્યા પર સાધુની સરકારને ઘેરતા કહ્યું હતું કે,એક મહિનાના ગાળામાં બીજી વખત મહારાષ્ટ્રમાં સાધુઓની હત્યા કરવામાં આવી. સરકાર સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. તેમણે કહ્યું કે સાધુઓની હત્યાને પ્રથમ વખત સરકારે અફવા જાહેર કરી હતી. મહારાષ્ટ્રમાં ન તો સંતો અને પોલીસ સલામત છે. છેલ્લા 2 મહિનામાં મહારાષ્ટ્રમાં 240 થી વધુ પોલીસકર્મીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ છે.

નાંદેડના કોંગ્રેસના નેતા ચરણજિત સપરાએ સાધુની હત્યાની નિંદા કરી છે. તેમણે કહ્યું હતું કે, ગયા મહિને મહારાષ્ટ્રના પાલઘરના ગડચિંચલ ગામમાં ટોળા દ્વારા બે સાધુઓ સહિત ત્રણ લોકોને માર મારવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન ત્યાં હાજર પોલીસ મૌન દર્શકો રહી ગઈ હતી. મળતી માહિતી મુજબ, બંને સાધુઓ લોકડાઉન દરમિયાન તેમના ગુરુની અંતિમ યાત્રામાં ગુજરાત જઈ રહ્યા હતા. આ મામલે મામલે 101 લોકોની ધરપકડ કરવામાં આવી છે. વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..