પાવાગઢ પાસે થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં ગોધરાના પૂજનીય મહંતનું થયું નિધન, ભક્તો, સંતો મહંતોમાં વ્યાપી શોકની લહેર

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં કેટલાય લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે અને ઘણા લોકોના આવા માર્ગ અકસ્માતમાં દુઃખદ નિધન પણ થયા છે, ત્યારે હાલ એવા એક એક અકસ્માતની ખબર પંચમહાલ જિલ્લાના પાવાગઢ પાસેથી આવી રહી છે.

જ્યાં એક માર્ગ અકસ્માતમાં એક ખયતનામ અને પૂજનીય સંતનું નિધન થતા જ ભક્તો તેમજ સંતો મહંતોમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા ખાતે આવેલા બાવાની મઢીના મહંત પૂ. ધનુષધારી મહારાજ 25મી ડિસેમ્બરના રોજ યોજાનારા ગુરુ રાઘવદાસજી મહારાજની પુણ્યતિથિના કાર્યક્રમ માટે સાધુ સંતોને આમંત્રણ આપવા માટે નીકળ્યા હતા.

તેમને પહેલા હાલોલના કંજરી ખાતે આવેલા રામજી મંદિરના મહંત પૂ. રામશરણદાસજીને આમંત્રણ પાઠવ્યું. જેના બાદ તેઓ પાવાગઢ તળેટી પાસે આવેલા હનુમાનજી મંદિરના ગબડીયાદાસ મહારાજને આમંત્રણ આપવા માટે આવ્યા હતા. તે દરમિયાન જ પાવાગઢના પાતાળ તળાવ સામે આવેલા હનુમાનજી મંદિરની બહાર તેઓ હાઇવે પર ઉભા હતા ને ત્યાર જ પુરપાટ ઝડપે આવી રહેલી એક સ્વીફ્ટ કરે તેમને જબરદસ્ત ટક્કર મારી હતી.

કાર પણ પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં મહંત પૂ. ધનુષધારી મહારાજ ગંભીર રીતે ગહયલ થતા તેમને તાત્કાલિક ઈજાગ્રસ્ત હાલતમાં જ હાલોલની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં હોસ્પિટલના ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવતા જ માહોલ શોકાતુર બન્યો હતો. ઘટનાને લઈને સંતો મહંતો અને ભક્તગણો પણ તાત્કાલિક રેફરલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને મહંતના નિધનથી શોકમાં ડૂબ્યા હતા. આ ઘટના અંગે પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધીને વધુ તપાસ પણ હાથ ધરી છે.

Niraj Patel