ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મેળામાં કરોડો લોકો શ્રદ્ધાની ડૂબકી લગાવવા માટે પહોંચી રહ્યા છે. મેળાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ સામે આવી રહ્યા છે. કેટલાક દિવસોથી રુદ્રાક્ષની માળા વેચતી એક છોકરી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ છોકરીનું નામ મોનાલિસા છે, જે 16 વર્ષની છે. આ છોકરીના વાયરલ થવા પાછળનું કારણ તેની સુંદર આંખો છે, જે લોકોનું ધ્યાન ખેંચી રહી છે.
કોઈએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો જે ઝડપથી વાયરલ થઈ ગયો અને મોનાલિસા સેંસેશન બની ગઇ. મોનાલિસાની ખૂબસુરતી તેના માટે મુસીબત બની રહી છે. તેનો ધંધો તો થઇ રહ્યો નથી પણ લોકો તેની સાથે સેલ્ફી પડાવી જતા રહે છે. મોનાલિસા મહેશ્વરની રહેવાસી છે અને તેનો આખો પરિવાર ઘણા વર્ષોથી ત્યાં રહે છે.
મોનાલિસાએ પોતાની સુંદરતા અને ખાસ શૈલીના કારણે 2025 મહાકુંભથી ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે. સોશિયલ મીડિયા પર મોનાલિસાની અચાનક લોકપ્રિયતાને કારણે તેના ઘણા વીડિયો વાયરલ થઇ રહ્યા છે અને સુંદરતા ચર્ચાનો વિષય બની ગઈ છે. ત્યારે મોનાલિસાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ કે તે 15 દિવસથી આવી છે અને કોઇએ ચુપકેથી વીડિયો બનાવી લીધો હતો.
તે કહે છે વીડિયોને કારણે કંઇ પણ વેચાઇ રહ્યુ નથી. બધા બસ ફોટો ક્લિક કરાવા જ આવે છે. મોનાલિસા પાસે 11000 સુધીની માળાઓ અને રૂદ્રાક્ષ છે. હિરોઇનની વાત પર મોનાલિસાએ કહ્યુ કે તેને સોનાક્ષી સિન્હા પસંદ છે. જ્યારે તેને પૂછવામાં આવ્યુ કે તેનો બોયફ્રેન્ડ છે કે દોસ્ત..તો તેણે કહ્યુ કે દોસ્ત, બેસ્ટફ્રેન્ડ છે…
View this post on Instagram