મહાકુંભ 2025માં આવેલી ઇટલીની યુવતિઓએ CM યોગીને સંભળાવી રામાયણની ચોપાઇ અને શિવ તાંડવ, યોગી થયા ભાવવિભોર- જુઓ વીડિયો
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળા 2025માં ભાગ લેવા માટે દેશ અને દુનિયાભરમાંથી લોકો આવી રહ્યા છે. આ દરમિયાન ઇટલીના પ્રતિનિધિઓ સીએમ યોગી આદિત્યનાથને મળ્યા. મુખ્યમંત્રી સાથેની મુલાકાત દરમિયાન ઇટલીથી આવેલા ભક્તોના એક ખાસ જૂથે ભારતીય સંસ્કૃતિમાં પોતાની ઊંડી શ્રદ્ધા વ્યક્ત કરી. આ દરમિયાન ઇટલીના આ જૂથે શિવ તાંડવ સ્તોત્રમનું મધુર ગાયન કર્યું. રામાયણ ભજન ‘રામ સિયા રામ’ સાંભળીને સીએમ યોગી આદિત્યનાથ ભાવુક થઈ ગયા હતા.
ઇટલીનું પ્રતિનિધિમંડળ લખનઉમાં સીએમ યોગીને મળ્યુ. ઇટાલિયન યુવતિઓએ આ દરમિયાન રામાયણ, શિવતાંડવ સ્તોત્ર અને અન્ય સ્તોત્રોના શ્લોકો વાંચ્યા. મંત્રો અને ચોપાઈઓના સ્પષ્ટ ઉચ્ચારણથી સીએમ યોગી પણ ખૂબ પ્રભાવિત થયા હતા. મુખ્યમંત્રી યોગી સાથેની મુલાકાત દરમિયાન ઇટલીના પ્રતિનિધિઓએ મહાકુંભના અનુભવને અનોખો ગણાવ્યો.
તેમણે કહ્યુ કે- ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓએ તેમના પર ઊંડો પ્રભાવ પાડ્યો છે. આ ટીમે પવિત્ર સંગમમાં સ્નાન કર્યું. મહાકુંભમાં નાગા સાધુઓ, ભજન-કીર્તન અને ધાર્મિક વિધિઓનો ભાગ બનીને લોકોને અદ્ભુત આધ્યાત્મિક અનુભવ થયો. ઇટાલિયન પ્રતિનિધિમંડળની મહિલાઓએ જણાવ્યું કે આ માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નથી પરંતુ ભારતીય સંસ્કૃતિ, પરંપરાઓ અને આધ્યાત્મિકતાનું જીવંત પ્રદર્શન છે. આ ઘટના અદ્ભુત છે. ત્યાં એક અલગ પ્રકારની ઉર્જા છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ પ્રસંગે ઇટાલિયન પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું. ભારતીય સંસ્કૃતિ અને યોગના પ્રસારમાં માહી ગુરુ અને તેમની ટીમના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી હતી. મહાકુંભ મેળા અંગે સીએમ યોગીએ કહ્યું કે આ કાર્યક્રમ માત્ર વૈશ્વિક સ્તરે ભારતના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ નથી, પરંતુ દેશો વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાનનું એક શક્તિશાળી માધ્યમ પણ છે.
#WATCH लखनऊ: इटली से आए एक प्रतिनिधिमंडल ने उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ से मुलाकात की।
प्रयागराज महाकुंभ से लौटी महिलाओं ने मुख्यमंत्री के सामने रामायण, शिव तांडव और कई भजनों का पाठ किया। pic.twitter.com/nsQhvx2n2y
— ANI_HindiNews (@AHindinews) January 19, 2025