સુરત : ઘર આંગણે રમી રહી હતી 4 વર્ષની બાળકી, નરાધમ ઉપાડી ગયો ને પીંખી નાખી….લોહીલુહાણ હાલતમાં રડતી ઘરે પહોંચી માસૂમ

ગુજરાતમાથી અવાર નવાર દુષ્કર્મના કિસ્સા સામે આવે છે, ત્યારે હાલમાં સુરતના પલસાણામાંથી ચકચારી દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. એક શ્રમજીવી પરિવારની 4 વર્ષની બાળકી ઘરઆંગણે રમી રહી હતી ત્યારે 45 વર્ષના નરાધમે બાળકી સાથે વહાલનું નાટક કર્યુ અને તેને ઉઠાવી લીધી. આરોપી બાળકીને અડધો કિલોમીટર દૂર આવેલ પોતાના રૂમમાં લઈ ગયો અને બાળકી પર દુષ્કર્મ આચર્યું. લગભગ એક કલાક બાદ બાળકી રડતી રડતી ઘરે પહોંચી ત્યારે પરિવારે જોયું કે બાળકીના ગુપ્તાંગમાંથી લોહી નીકળી રહ્યું હતું.

આ પછી તાત્કાલિક કડોદરા જીઆઈડીસી પોલીસ મથકે આ મામલાની ફરિયાદ નોંધાવવામાં આવી. પોલિસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લીધી અને સીસીટીવીના આધારે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો. પ્રાપ્ત જાણકારી અનુસાર, સુરતના પલસાણાના એક ગામની એક સોસાયટીમાં રહેતા શ્રમજીવી પરિવારની બાળકી પર એક હવસના વરુએ નજર બગાડી. બાળકી ઘરઆંગણે રમી રહી હતી ત્યારે વહાલનું નાટક કરી બાળકીને ઊંચકી લીધી અને અડધો કિમી દૂર રૂમમાં લઈ જઇ પીંખી નાખી.

આ પછી ત્યાંથી ભાગી ગયો. એક કલાક પછી જ્યારે બાળકી રડતી રડતી ઘરે પહોંચી ત્યારે પરિવારે તેના ગુપ્તાંગના ભાગેથી લોહી નીકળતું જોયુ. આ જોઇને તો પરિવારના પગ નીચેથી તળેથી જમીન સરકી ગઈ. હાલ તો પોલીસે આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને તેની ધરપકડ કરી કડક પૂછપરછ હાથ ધરી છે.

Shah Jina