ટીવી એક્ટર યોગેશ મહાજનનું નિધન: હૃદયરોગના કારણે થયું મોત, પત્ની અને 7 વર્ષના બાળકને છોડી ગયા

‘શિવ શક્તિ- તબ ત્યાગ તાંડવ’ ફેમ અભિનેતા યોગેશ મહાજનનું નિધન. હૃદયરોગના હુમલાને કારણે તેમનું મૃત્યુ થયું હતું. તેમને આ શોમાં ગુરુ શુક્રાચાર્યની ભૂમિકા ભજવી હતી. રવિવાર, 19 જાન્યુઆરી 2025 ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા.

આ પહેલા 23 વર્ષીય ટીવી એક્ટર અમન જયસ્વાલનું રોડ અકસ્માતમાં મોત થયું હતું અને હવે આ ઘટના બાદ ટીવી જગતમાં શોકનો માહોલ છવાયો છે.આજ તકના અહેવાલ મુજબ, અભિનેતા યોગેશ મહાજનનું તેમના ફ્લેટમાં નિધન થયું હતું. તેમનું એપાર્ટમેન્ટ સેટની નજીક હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે તે શૂટિંગ માટે ન આવ્યો ત્યારે ક્રૂ મેમ્બરોએ ઘરે જઈને તપાસ કરી અને જ્યારે લાંબા સમય સુધી દરવાજો ન ખુલ્યો તો તેમને દરવાજો તોડવો પડ્યો હતો.

યોગેશ મહાજન ફ્લેટમાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. તબીબોએ પણ તેમના મૃત્યુની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે તે હાર્ટ એટેકને કારણે મોત થયું હતું. તેના સહ કલાકારો આઘાતમાં છે. દરેક તેના વખાણ કરી રહ્યા છે. જણાવ્યું કે તે રમૂજી સ્વભાવનો હતો.યોગેશ મહાજનના પરિવારમાં તેમની પત્ની અને સાત વર્ષનો પુત્ર છે.

તેના પુત્રના માથા પરથી તેના પિતાનો પડછાયો ગયો. તેમના અંતિમ સંસ્કાર 20 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે ગોરારી-2 સ્મશાનભૂમિ ખાતે કરવામાં આવ્યા હતા. 1976માં ખેડૂત પરિવારમાં જન્મેલા યોગેશ કોઈપણ ગોડફાધર વિના ઈન્ડસ્ટ્રીમાં આગળ વધી રહ્યા હતા. તેણે મરાઠી ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું હતું.

Previous Article

દોસ્તો નીકળ્યા ગદ્દાર: દોસ્તોએ 1 કરોડ લઇ પાછા ના આપતા રાજકોટના યુવકે કર્યો આપઘાત, પરિવારે ન્યાયની કરી માંગ

Next Article

રશિયન ગર્લને જોઇ ગોવા બીચ પર લોકો સેલ્ફી લેવા દોડ્યા...પરેશાન થઇ રૂસી મહિલાએ કર્યુ એવું કે....થઇ ગઇ માલામાલ

error: Protected Content!