વાદળી આંખો, 7 ફૂટ હાઇટ, બાહુબલી જેવા મસલ્સ.. થઇ રહી છે ભગવાન પરશુરામ સાથે તુલના, છવાયા રશિયન મસ્કુલર બાબા

અનાજ બાબા, કાંટા વાળા બાબા અને કબૂતર વાળા બાબા વાયરલ થયા ‘મસ્કુલર બાબા’- જાણો કોણ છે ?

7 ફૂટ કદ, હાથ-ગળામાં રૂદ્રાસ…કોણ છે ‘મસ્કુલર બાબા’ ? થઇ રહી છે ભગવાન પરશુરામ સાથે તુલના

મહાકુંભ મેળામાં સામાન્ય લોકોથી લઈને સંતો અને ઋષિઓની ભીડ જોવા મળી રહી છે. ભક્તો ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરી રહ્યા છે અને ભગવાન શિવની ભક્તિમાં ડૂબેલા છે. આ ક્રમમાં હવે એક રશિયાના શિવભક્ત સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. જેમના વીડિયો અને ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

તેઓ તેમના અનોખા કદ અને પ્રતિભાને કારણે સમાચારમાં છે. તેમનું નામ આત્મા પ્રેમ ગિરિ મહારાજ છે, જેમની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ઘણા લોકો તેમની આધ્યાત્મિક યાત્રા વિશે જાણવા માટે ઉત્સુક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેનું નામ અચાપા હતું, જે રશિયાના વતની છે. સનાતન ધર્મમાં રસ હોવાથી તેમણે 30 વર્ષ પહેલાં હિન્દુ ધર્મ અપનાવ્યો હતો.

ત્યારથી તેઓ આધ્યાત્મિક માર્ગને અનુસરી રહ્યા છે. એક સમયે શિક્ષક તરીકે કામ કરતા આ સંત હવે સંપૂર્ણ હિન્દુ ઉપદેશક છે. તે હાલમાં નેપાળમાં રહે છે. તેઓ ત્યાંના લોકોમાં હિન્દુ ધર્મમાં શ્રદ્ધા ફેલાવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તેઓ રશિયામાં શિક્ષક હતા અને તેમણે પોતાનો વ્યવસાય છોડી દીધો છે અને સનાતન ધર્મની સેવા કરી રહ્યા છે અને હિન્દુ ધર્મનો પ્રચાર કરી રહ્યા છે.

આ દિવસોમાં આ બાબા મહાકુંભમાં આવ્યા છે અને તેમના હાવભાવને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે. મસ્કુલર બાબાના નામે વાયરલ થઇ રહેલા તેમના ઘણા વીડિયો અને ફોટા ચર્ચામાં છે, કેટલાક ફોટામાં તેઓ જીમમાં ડમ્બેલ્સ ઉપાડતા જોવા મળી રહ્યા છે તો કેટલાકમાં તે ધ્યાન કરતા જોવા મળે છે.

Shah Jina