રિલીઝ પહેલા જ સતત મુશ્કેલીઓમાં ફસાઈ રહી છે અક્ષય કુમારની “OMG 2”, હવે મહાકાલના પુજારીઓએ મોકલી નોટિસ, જાણો સમગ્ર મામલો

“OMG 2″ma ભગવાન શિવને ઉજ્જૈનની ગલીઓમાં કચોરી ખાતા બતાવતા જોઈને મહાકાલ મંદિરના પુજારીઓએ મોકલી નિર્માતાઓને નોટિસ, જુઓ શું કહ્યું ?

Mahakal Priests Sent A Notice OMG 2 :બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની આગામી ફિલ્મ ઓહ માય ગોડ 2ને ઘણા કટ બાદ ફિલ્મ બોર્ડ તરફથી A પ્રમાણપત્ર મળ્યું છે. પરંતુ હવે લાગે છે કે ફિલ્મની સમસ્યાઓનો અંત આવવાનો નથી. શરૂઆતમાં, ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી પ્રમાણપત્ર મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં ઘણો વિલંબ થયો હતો. નિર્માતાઓના સંઘર્ષ પછી, ફિલ્મને ફિલ્મની અંદરથી એક પણ સીન હટાવ્યા વિના A પ્રમાણપત્ર મળ્યું.

મહાકાલ મંદિરના પુજારીઓનો વિરોધ :

જો કે સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મના સીન અને ડાયલોગ્સમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા હતા. જે ફિલ્મના નિર્માતાઓએ કર્યું હતું. જો કે, ઓહ માય ગોડ 2 માટે A પ્રમાણપત્ર એક મોટી સમસ્યા બની ગયું છે. કારણ કે અક્ષય કુમારની આગામી ફિલ્મ સામે મહાકાલ મંદિરના પૂજારી અને સંતો સતત વિરોધ કરી રહ્યા છે. એટલું જ નહીં, પૂજારીઓએ ફિલ્મના નિર્માતાઓને ધમકી પણ આપી હતી કે જો જરૂર પડશે તો તેઓ કોર્ટમાં જશે.

શિવને ખોટી રીતે બતાવ્યા હોવાનો આક્ષેપ :

ઉજ્જૈન મહાકાલ મંદિરના કેટલાક દ્રશ્યો ફિલ્મની અંદર શૂટ કરવામાં આવ્યા છે. જે અંગે મંદિરના પૂજારીઓનું કહેવું છે કે જ્યાં સુધી ફિલ્મ ઓ માય ગોડ 2માંથી મંદિરના શોર્ટ્સ નહિ હટાવવામાં આવે ત્યાં સુધી તેઓ ફિલ્મનો વિરોધ કરતા રહેશે. ત્યારે હાલ તેમને ફિલ્મના નિર્માતાઓને કાનૂની નોટિસ પણ મોકલી આપી છે. આ નોટિસમાં કહેવામાં આવ્યું છે લે ફિલ્મમાં ભગવાન શિવના સ્વરૂપને ખોટી રીતે બતાવવામાં આવ્યા છે. તેઓ બજારમાં દુકાનમાંથી કચોરી ખરીદતા બતાવવામાં આવ્યા છે, તેનાથી ભગવાન શિવના ભક્તોની આસ્થાને ઠેસ પહોંચે છે.

11 ઓગસ્ટના રોજ રિલીઝ થશે ફિલ્મ :

તો મહાકાલ મંદિરના પુજારીઓનું એમ પણ કહેવું છે કે આ ફિલ્મમાં અશ્લીલ દૃશ્યો પણ છે. મહાકાલ મંદિર આવા દૃશ્યોને સ્વીકારશે નહિ. નોટિસ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે નોટિસ મળ્યાના 24 કલાકની અંદર અપમાનજનક દૃશ્યો હટાવી દેવામાં આવે અને માફી માંગવામાં આવૅ. જો ફિલ્મ નિર્માતાઓ દ્વારા આમ નહિ કરવામાં આવે તો ફિલ્મનું પ્રમાણપત્ર રદ્દ કરવા માટે પણ માંગ કરવામાં આવશે. આ ફિલ્મ 11 ઓગ્સ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

Niraj Patel