આ કોરોનાએ એવા એવા દૃશ્યો બતાવ્યા છે જે જોઈને આંખો પણ ભીની થઇ જાય અને હૈયે પણ ખુબ જ દુઃખ થાય છે. સોશિયલ મીડિયા અને સમાચારમાં ઘણી એવી ઘટનાઓ આવે છે જે જોઈને આપણને પણ દુઃખ થાય ત્યારે હાલ એવી જ એક ઘટના મંગળવારના રોજ મધ્ય પ્રદેશના રતલામમાંથી સામે આવી છે.
કોરોના સંક્રમિત એક વકીલે બાઈક ઉપર જ દમ તોડી દીધો હતો. તેની માતા અને ભાઈ તેની સારવાર કરાવવા માટે આમ તેમ ભટકી રહ્યાહતા , પરંતુ કોઈપણ હોસ્પિટલમાં તેમને બેડ ના મળ્યો અને આખરે વકીલે બાઈક ઉપર જ પોતાનો દેહ ત્યાગી દીધો હતો.
હોસ્પિટલ જવા માટે તેને કોઈ એમ્બ્યુલન્સ નહોતી મળી રહી. કોરોના સંદિગ્ધ હોવાના કારણે રસ્તામાં કોઈ મદદ કરવા માટે પણ તૈયાર નહોતું. મોત બાદ કેટલાક પોલીસ કર્મીઓ દ્વારા પોસ્ટમોર્ટમ માટે વકીલના શબને હોસ્પિટલ પહોચાડયું. મીડિયા રિપોર્ટ અનુસાર વકીલ સુરેશ ડાગરની તબિયત કેટલાક દિવસથી ખરાબ હતી અને તેમની ઘરે જ સારવાર ચાલી રહી હતી.
આ બધા વચ્ચે જ મંગળવારના રોજ વકીલની તબિયત બગડ્યા બાદ તેની માતા અને ભાઈ બાઈક ઉપર જ રતલામ મેડિકલ કોલેજ પહોંચ્યા પરંતુ ત્યાં બેડ ના મળ્યો. ખાનગી હોસ્પિટલમાં ગયા તો પણ ત્યાં બેડ ના મળ્યો આ બધા વચ્ચે જ એક હોસ્પિટલથી બાદ બીજી હોસ્પિટલમાં લઈ જતા દરમિયાન જ વકીલ સુરેશનું મોત થઇ ગયું.