એક ભૂલ અને રસ્તા પર પથરાઈ ગઈ 13 મહિલાઓની લાશો, મૌત દરેકને એક જગ્યાએ લઈને ગઈ

તમામ મહિલાઓ આંગણવાડીમાં બાળકો માટે રસોઇ બનાવવા જઇ રહી હતી અને અચાનક જ…

રસ્તા પર વાહનો ચલાવવા માટેના ઘણા નિયમો ફરજીયાત કરવામાં આવ્યા છે છતાં પણ અવાર-નવાર રસ્તા પર વાહન અકસ્માતો થતા જોવા મળે છે, અને તેમાં ઘણા લોકોનો જીવ પણ જોખમમાં મુકાઈ જાય છે. આવી જ એક દર્દનાક ઘટના મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં બની છે, જેને જાણીને તમે પણ ધ્રુજી ઉઠશો.

ગ્વાલિયરના રસ્તા પર પુરપાટ ઝડપે જઈ રહેલી બસે એક રિક્ષાને ટક્કર મારી દીધી અને તેમાં 13 લોકોના કમકમાટી ભર્યા મૌત થયા છે. આ રિક્ષામાં માત્ર 3 થી  4 લોકોને જ બેસવાની ક્ષમતા હતી પણ ઓટો ચાલક તેમાં 13 લોકોને લઈને જય રહ્યો હતો અને રસ્તા રિક્ષાનું સંતુલન બગડતા તે બસ સાથે અથડાઈ ગઈ હતી, અને રિક્ષાના ચીથરે ચીથરા ઉડ્યા હતા.

આ દુર્ઘટનામાં ઓટો ડ્રાઇવર સહીત અન્ય બાર લોકોનું મૌત થયું છે અને મૃતક લોકોમાં મોટાભાગની મહિલાઓ હતી. જેઓ જમવાનું બનાવવાનું કામ કરતી હતી અને તેઓ આંગણવાડીમાં સ્કૂલના બાળકો માટે જમવાનું બનાવીને રિક્ષામાં સવાર થઈને પોતાના ઘરે પરત ફરી રહી હતી અને રસ્તામાં આ દુર્ઘટના તેઓને ભેંટી પડી.

જેમાંની 9 મહિલાઓનું મૌત ઘટના સ્થળે જ થઇ ગયું હતું અને બાકીની મહિલાઓને હોસ્પિટલ ખેસડવામાં આવી હતી, પણ રસ્તામાં તેઓનું પણ મૌત થઇ ગયું હતું.

દુર્ઘટના આનંદપુર ટ્રસ્ટ હોસ્પિટલની સામે બની હતી. મળેલી જાણકારીના આધારે આ 13 મહિલાઓ બે અલગ અલગ રિક્ષામાં બેસીને આવતી હતી પણ રસ્તામાં એક રીક્ષા ખરાબ થઇ જતા તેઓ એક રિક્ષામાં બેસીને જઈ રહી હતી, અને પુરપાટ ઝડપે જતી બસ સાથે અથડાઈ ગઈ હતી.

ઘટનાની જાણ થતા જ રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું અને સાથે જ મૃતકના પરિવારના લોકોને 4-4 લાખ અને ઘાયલને 50-50 હજાર રૂપિયાની મદદ કરવાની ઘોષણા કરી છે. મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને લખ્યું કે,”ગ્વાલિયરમાં બસ અને રીક્ષાના અકસ્મતાથી ઘણી અનમોલ જિંદગીનું અકાળે મૌત થવાથી ખુબ દુઃખ થયું છે. ઈશ્વરને તેની આત્માઓને શ્રી ચરણોમાં સ્થાન અને પરિવારજોનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપવાની પ્રાર્થના કરું છું. ૐ શાંતિ”.

ઘટના સ્થળે પોલીસ પણ આવી પહોંચી હતી અને મૃત શરીરોને જપ્ત કરી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.

Krishna Patel