માધુરી દીક્ષિતે રાખી માતા સ્નેહલતા માટે પ્રાર્થના સભા, વિદ્યા બાલન સહિત અનેક સ્ટાર દુઃખ બાંટવા પહોંચી ગયા,જુઓ ફોટાઓ
બોલિવુડ અભિનેત્રી માધુરી દીક્ષિતની માતા સ્નેહલતા દીક્ષિતનું 12 માર્ચના રોજ નિધન થયુ હતુ. જે બાદ ગઇકાલના રોજ માધુરીએ દિવંગત માતા માટે પ્રેયર મીટનું આયોજન કર્યુ હતુ. જેમાં ઇન્ડસ્ટ્રીના ઘણા દિગ્ગજ કલાકારો, નિર્માતા-નિર્દેશકો માધુરી દીક્ષિતની માતાને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.માધુરીની માતા સ્નેહલતા દીક્ષિતની પ્રાર્થના સભા નેહરુ સેન્ટર, ડિસ્કવરી ઓફ ઈન્ડિયા બિલ્ડીંગમાં યોજાઈ હતી. જે વર્લીમાં આવેલ છે.
આ દરમિયાન માધુરી દીક્ષિત તેના પતિ શ્રીરામ નેને અને બાળકો સાથે ત્યાં પહોંચી હતી. બંને હાથ જોડીને કપલ મીડિયાની સામે આવ્યા હતા. આ દરમિયાન માધુરી સાથે ‘હમ આપકે હૈ કૌન’માં કામ કરનાર અભિનેત્રી રેણુકા શહાણે પણ પહોંચી હતી. અભિનેત્રી વિદ્યા બાલન પણ તેના પતિ સિદ્ધાર્થ રોય કપૂર સાથે સ્નેહલતા દીક્ષિતની પ્રાર્થના સભામાં પહોંચી હતી. જાણીતા ફિલ્મ નિર્દેશક સુભાષ ઘાઈ, પ્રખ્યાત કોમેડિયન, એક્ટર અને હોસ્ટ મનીષ પોલ પણ પહોંચ્યો હતો.
માધુરીને ‘હમ આપકે હૈ કૌન’ જેવી સુપરહિટ ફિલ્મ આપનાર પ્રખ્યાત ફિલ્મ નિર્માતા સૂરજ બડજાત્યા પણ પ્રેયર મીટમાં પહોંચ્યા હતા. માધુરીના કો-સ્ટાર અને પ્રખ્યાત અભિનેતા જેકી શ્રોફ પણ સ્નેહલતા દીક્ષિતની પ્રાર્થના સભામાં હાજર રહ્યા હતા. આ સિવાય બોની કપૂરે માધુરીની માતાની પ્રાર્થના સભામાં પણ હાજરી આપી હતી. પ્રાર્થના સભામાં રિતેશ દેશમુખ પણ પહોંચ્યો હતો.
માધુરી દીક્ષિત સહિત તેના પરિવારના તમામ સભ્યો સફેદ વસ્ત્રોમાં સજ્જ હતા. અભિનેત્રી રેણુકા શહાણેએ માધુરીને સાંત્વના આપી. એક તસ્વીરમાં રેણુકા નિર્માતા રમેશ તૌરાની સાથે પણ જોવા મળી હતી. માધુરી દીક્ષિતે સુભાષ ઘાઈની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની સાથે તેમનો ગાઢ સંબંધ છે. સુભાષ ઘાઈએ પણ આ દુઃખની ઘડીમાં માધુરીનો સાથ આપ્યો હતો.
અભિનેતા જાવેદ જાફરી પ્રાર્થના સભામાં ભાગ લેવા પહોંચ્યા હતા. જો કે તે પેપરાજીની સામે રોકાયા નહોતા અને આગળ વધવા લાગ્યા હતા. જેકી શ્રોફ અને માધુરી દીક્ષિત જૂના મિત્રો છે. જેકી શ્રોફ આ દરમિયાન એક છોડ લઈને પહોંચ્યા હતા.
View this post on Instagram