અમેરિકાની પ્રમુખ વાહન નિર્માતા કંપની Jeepનું એક નવું મેડ ઈન ઇન્ડિયા મોડલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ એસયુવી Wranglerનો નવો અવતાર છે. જેનું એસેમ્બલિંગ ભારતમાં કરવામાં આવ્યું છે. આ એસયુવી પહેલાની જેમ જ અનલિમિટેડ અને રૂબીકન ટ્રિમમાં ઉપલબ્ધ થશે. આ નવા મોડલની અંદર કંપની દ્વારા ઘણા બદલાવ કરવામાં આવ્યો છે. ચાલો જાણીએ તેના ફીચર્સ અને કિંમત વિશે.

Jeep કંપનીએ જાહેરાત કરી હતી કે તે ભારતમાં ચાર મોડલને એસેમ્બલ કરશે. Jeep Wrangler તે ચાર મોડેલમાંથી જ એક છે. Jeep Wranglerની કિંમતની જો વાત કરવામાં આવે તો તેની એક્સ શોરૂમ કિંમત 53.9 લાખ રૂપિયા અને રૂબીકોનની કિંમત 57.9 લાખ રૂપિયાથી શરૂ થાય છે. ધ્યાન આપવા જેવી વાત એ છે કે આ ઈમ્પોર્ટેડ વર્જનના મુકાબલામાં લગભગ 10 લાખ રૂપિયા ઓછી કિંમતે મળે છે.

વાત કરવામાં આવે જો તેના ફીચર્સની તો Jeep Wranglerના બંને વેરિએન્ટ ભારત સ્ટેજ VI ઉપર આધારિત 2.0 લીટર, ઈન લાઈન 4-સિલેન્ડર, ટર્બો પેટ્રોલ પાવરટ્રેન સાથે આવે છે. જે 268 હોર્સપાવરનો પાવર અને 400Nmનો ટૉર્ક પેદા કરે છે. એન્જીન 8 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સથી લેસ છે.

આ શાનદાર કારની અંદર લેધર સીટ, સોફ્ટ ટચ લેધર ફિનિશ ડેશબોર્ડ, U-કનેક્ટ ઇન્ફોટેનમેન્ટ, એપલ કાર પ્લે, એન્ડ્રોઇડ ઓટો, સ્ટિયરિંગ માઉન્ટેડ કંટ્રોલ્સ, ક્રુઝ કંટ્રોલ, એન્જીન સ્ટોપ/સ્ટાર્ટ, ડ્યુઅલ ઝોન એર કન્ડિશન, ફ્રન્ટ LED ફોગ લેમ્પ, એલઇડી તેલ લેમ્પ, એલઇડી ડીઆરએલ, ફુલ ફ્રેમ રિમુવેબલ ડોર,થ્રી પીઆઈએસ મોડ્યુલર હરડતોપ અને ફોલ્ડ ફ્લેટ વિન્ડશીલ્ડ જેવા ફીચર્સ સામેલ છે.