કોઈ મહેલથી કમ નથી આપણા દેશની મહારાજા એક્સપ્રેસનો આલીશાન સુઈટ, એક ટિકિટની કિંમતમાં તો તમે ખરીદી શકશો પોતાનું આલીશાન ઘર, જુઓ વીડિયો

ફૂલ લકઝરી, રાજાઓ જેવો ઠાઠમાઠ, ભારતની સૌથી મોંઘી ટિકિટ વાળી ટ્રેનનો વીડિયો થયો વાયરલ, જુઓ

આપણા દેશમાં  સસ્તી અને સુગમ યાત્રા માટે લોકો ટ્રેનને વધારે મહત્વ આપે છે. ટ્રેનમાં તમારી બજેટ અનુસાર તમે સીટ પણ બુક કરાવી શકો છો. ત્યારે ભારતીય રેલ દ્વારા એક ખુબ જ શાનદાર મહારાજ ટ્રેન પણ ચલાવવામાં આવે છે. હાલ ટ્રેનની અંદરનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેને જોઈને કોઈને પણ નહિ લાગે કે આ કોઈ ટ્રેન છે.

કારણ કે આ ટ્રેનના ડબ્બાને એવી ખાસ રીતે સજાવવામાં આવ્યો છે કે તેને જોઈને એમ જ લાગે કે આ કોઈ રાજાનો શયનખંડ હોય. પરંતુ આ સુઈટમાં રોકાવવા માટેનું જે ભાડું છે તે સામાન્ય માણસ તો શું મોટાભાગના લોકોને પોસાય તેમ જ નથી. મહારાજા ટ્રેન ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન IRCTC દ્વારા સંચાલિત છે.

હાલમાં આ ટ્રેન ત્યારે વાયરલ થઈ જ્યારે ઈન્સ્ટાગ્રામ યુઝર કુશાગ્રે તેનો એક વીડિયો શેર કર્યો. વીડિયોના શરૂઆતના દ્રશ્યમાં વ્યક્તિ મહારાજા એક્સપ્રેસ રૂમનો દરવાજો ખોલે છે. વીડિયોમાં તે આ ટ્રેનના ડબ્બાની અંદર ડાઇનિંગ એરિયા, શાવર સાથે બાથરૂમ અને બે માસ્ટર બેડરૂમ પણ બતાવે છે. મળતી માહિતી મુજબ તેની એક ટિકિટની કિંમત 20 લાખ રૂપિયાથી વધુ છે.

 

View this post on Instagram

 

A post shared by | Video Creator (@kushagratayal)

આ નજારો જોઈને એવું લાગે છે કે રાજાઓનો શાહી ખંડ આવો જ હોવો જોઈએ. કારણ કે તેની સુવિધાઓ પણ બિલકુલ એવી જ છે. તમને જણાવી દઈએ કે મહારાજા એક્સપ્રેસને ભારતની સૌથી મોંઘી ટિકિટવાળી ટ્રેન માનવામાં આવે છે.  મીડિયા રિપોર્ટ અનુસાર આ ટ્રેનમાં મુસાફરો  ઇન્ડિયન પેનોરમા, ટ્રેઝર ઑફ ઇન્ડિયા, ધ ઇન્ડિયન સ્પ્લેન્ડર અને ધ હેરિટેજ ઑફ ઇન્ડિયા જેવા ચાર રૂટમાંથી કોઈ એક પસંદ કરી શકે છે અને સાત દિવસ સુધી કોઈપણ પ્રવાસ પર જઈ શકે છે.

Niraj Patel