નવો રિંગ રોડ મરણચીસોથી ગુંજ્યો:સુરતમાં બે લક્ઝુરિયસ કાર ધડાકારભેર અથડાઈ, 2નાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત, પતરાં કાપી ઈજાગ્રસ્તોને બહાર કઢાયા
Two Luxury Cars Collide In Surat : ગુજરાતમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટના વધી રહી છે, અવાર નવાર ઘણા લોકો અકસ્માતની ઘટનામાં જીવ ગુમાવી રહ્યાં છે. ત્યારે હાલમાં સુરતમાંથી અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી છે. બે કાર સામ-સામે ધડાકાભેર અથડાતા કારના પરખચ્ચા ઉડી ગયા હતા અને અકસ્માત એટલો ગંભીર હતો કે બે લોકોના મોત થયા હતા.
સુરતના સરથાણામાં આવેલા ખડસદ રોડ પર નવા રિંગ રોડ પર આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. અકસ્માતની જાણ પોલિસને થતા પોલિસ પણ દોડી આવી હતી અને હાલ આ અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં નવો રિંગ રોડ બની રહ્યો છે,
જેમાં સરથાણા ખડસદ રોડ પર ચાર રસ્તા પર બે લક્ઝુરિયસ કાર અર્ટિગા કાર અને હેરિયર કાર ધડાકાભેર અથડાઈ. અકસ્માતમાં બંને કારમાં સવાર લોકોને ભારે ઈજાઓ પહોંચી હતી અને તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જો કે, તેમાંથી બે વ્યક્તિનાં મોત નીપજ્યાં. અકસ્માતની જાણ થતા સ્થાનિકો પણ દોડી આવ્યા હતા.
આ ઉપરાંત ફાયરબ્રિગેડને પણ જાણ કરાઇ હતી. ફાયરબ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી પતરાં કાપીને લોકોને બહાર કાઢ્યા અને હોસ્પિટલ ખસેડ્યા. બંને કારની સ્પીડ વધુ હોવાને કારણે ગમખ્વાર અકસ્માત સર્જોય હતો.