દુઃખદ: લાખો રૂપિયાની લક્ઝુરિયસ ફોર્ચ્યુનર કારમાં એક NRI સહીત 5ના દર્દનાક મૃત્યુ

ગુજરાત સહિત દેશભરમાંથી અલગ અળગ જગ્યાએથી અકસ્માતોના ઘણા કિસ્સાઓ સામે આવતા રહે છે.ઘણા અકસ્માતોમાં આખે આખો પરિવાર હોમાઇ જતો હોય છે, તો ઘણામાં કેટલાક લોકોના મોત નિપજતા પરિવારમાં કોઇની ખોટ સર્જાતી હોય છે. ત્યારે હાલ એક અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં મોડી રાત્રે એક કેનાલમાં કાર પડતા 5 લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘાયલ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું માનવામાં આવી રહ્યું છે કે કાર બેકાબૂ થવાને કારણે કેનાલમાં પડી હતી.

જો કે ઝીણવટભરી તપાસ બાદ જ આ અંગે વધુ કંઇ કહી શકાશે. ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, અકસ્માત સોમવારે રાત્રે લગભગ 11.30 વાગ્યે થયો હતો. ફોર્ચ્યુનર કારમાં છ લોકો જઈ રહ્યા હતા. જ્યારે તે પાયલ નજીક ગામ ઝમટ પુલ પર પહોંચ્યો ત્યારે કાર નહેરમાં પડી ગઈ હતી. અકસ્માતની માહિતી મળતાં પોલીસે સ્થાનિક લોકોની મદદથી કારને કેનાલમાંથી બહાર કાઢી હતી. કાર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગઇ હતી.

પોલીસે જણાવ્યું કે મૃતકોની ઓળખ જતિન્દર સિંહ પુત્ર ભગવંત સિંહ, જગતાર સિંહ પુત્ર બાવા સિંહ, જગ્ગા સિંહ પુત્ર ભજન સિંહ, કુલદીપ સિંહ પુત્ર કરનૈલ સિંહ અને જગદીપ સિંહ પુત્ર ગુરમીત સિંહ તરીકે થઇ છે.  કારમાં બેઠેલા નાંગલા નિવાસી મેવા સિંહનો પુત્ર સંદીપ સિંહ અકસ્માતમાં બચી ગયો હતો. તે કેનાલમાં તરીને બહાર આવવામાં સફળ રહ્યો હતો. અકસ્માતમાં બચી ગયેલા સંદીપને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પોલીસે મંગળવારે મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પ્રાથમિક તપાસમાં એવું માનવામાં આવી રહ્યું છે કે કાર બેકાબૂ થઈને કેનાલમાં પડી ગઈ હતી. તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે પણ એક કારમાં સવાર 7 લોકોમાંથી 5 લોકો કેનાલમાં પડી ગયા હતા, જેમાં તેમના મોત થયા હતા. કાર ખાનગી બસ સાથે અથડાઈને ભાખરા કેનાલમાં પડી હતી.

મૃતક જિતેન્દ્રના સંબંધીઓના જણાવ્યા અનુસાર, અકસ્માતની માહિતી મળ્યા બાદ લગભગ 2 કલાક સુધી કોઈ પોલીસકર્મી મદદ માટે આવ્યો ન હતો. કાર ચારે બાજુથી બંધ હતી, જેના કારણે પાંચેયના શ્વાસ રૂંધાઈ ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે કારમાં 6 લોકો સવાર હતા. જે વ્યક્તિ બચી ગઈ હતી તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. લોકોએ જણાવ્યું કે જીતેન્દ્ર ઉર્ફે હેપ્પી 4 દિવસ પહેલા કેનેડાથી આવ્યો હતો.

સોમવારે રાત્રે, તે નજીકના ગામના કેટલાક યુવકો સાથે એક કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યો હતો, જે તેના મિત્રો હતા. જીતેન્દ્ર કેનેડામાં ટ્રોલી ચલાવતો હતો અને તેને બે બાળકો છે. હવે પરિવાર પર જીતેન્દ્રના મોત બાદ દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. પંજાબના લુધિયાણાના પાયલ નગર પાસે મોડી રાત્રે આ મોટો અકસ્માત સર્જાયો હતો.

Shah Jina