કેબ ડ્રાઇવરની પિટાઇ કરીને હોશિયારી મારતી યુવતી પર તૂટી પડ્યો દુઃખનો પહાડ, જુઓ શું થયું હવે

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ લખનઉના વીડિયો પર હવે પોલિસ હરકતમાં આવી છે. પોલિસે કેબ ચાલકની પિટાઇ કરનાર મહિલા વિરૂદ્ધ કેસ દાખલ કરી લીધો છે. મહિલાનો મારપીટ વાળો વીડિયો વાયરલ થયા બાદ ટ્વીટર પર મહિલાની ધરપકડ કરવાની માંગ સાથે એક હેશ ટૈગ ટ્રેંડ કરી રહ્યુ હતુ.

આ મામલો લખનઉના કૃષ્ણાનગર અવધનો છે. ઘટના શનિવારની જણાવવામાં આવી રહી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં એક મહિલા કેબ ડ્રાઇવરને મારતી જોવા મળી રહી છે. આ મહિવા ડ્રાઇવરને એક બાદ એક થપ્પડ મારી રહી છે. કમાલની વાત તો એ છે કે વીડિયોમાં એક ટ્રાફિક પોલિસકર્મી પણ જોવા મળે છે, તે યુવતિને સમજાવવાની કોશિશ કરે છે પરંતુ અચાનકથી તે ત્યાંથી જતા રહે છે.

આ ઘટનાનો વીડિયો સોમવારે ફરીથી વાયરલ થયો હતો, જેમાં જોવા મળી રહ્યુ હતુ કે યુવતિ રસ્તા પર સામેથી આવે છે અને કેબ ડ્રાઇવર પાસે જઇને મારપીટ શરૂ કરી દે છે. આ નવો વીડિયો સામે આવ્યા બાદ લખનઉ પોલિસના અધિકારીએ મીડિયાને જણાવ્યા અનુસાર, મહિલા અને કેબ ડ્રાઇવરને પોલિસ સ્ટેશન લાવવામાં આવ્યા. ત્રણ અન્ય છોકરાઓને પણ ત્યાં લાવવામાં આવ્યા.

આગળ જણાવ્યુ કે, બાદમાં મહિલાને ચેતવણી આપી છોડી દેવામાં આવી હતી. પરંતુ હવે આ મામલે પોલિસની કહાની બદલાઇ ગઇ છે અને મહિલા વિરૂદ્ધ કેસ દાખલ કરી લેવામાં આવ્યો છે. મહિલા વિરૂદ્ધ આઇપીસી કલમ 394 અને 427 અંતર્ગત FIR દાખલ કરવામાં આવી છે.

તમને જણાવી દઇએ કે, #Arrest Lucknow Girl ટ્રેંડ કરી રહ્યુ હતુ. લોકો આ મહિલાની ધરપકડ કરવાની માંગ કરી રહ્યા હતા. લોકોનોએ તર્ક હતો કે જો મહિલાની જગ્યાએ કોઇ પુરુષે આવું કર્યુ હોત તો કદાચ પોલિસ તેને જેલમાં નાખી દેતી.  પરંતુ આ મામલે તરત આવું ન થયુ. ઉલ્લેખનીય છે કે, જો ભારતમાં કોઇ સાર્વજનિક સ્થાન કે રસ્તા પર આવી રીતે મારપીટ અને ઝઘડો કોઇ કરે છે તો તેના વિરૂદ્ધ હિંસા કરે છે તો IPC ધારા 159 અંતર્ગત એક મહિનાની જેલની સજા થાય છે અને 100 રૂપિયાનો દંડ પણ થાય છે.

હવે આ બાબતે યુવતીએ પણ પોતાનું નિવેદન જાહેર કર્યું છે,. આરોપી યુવતીએ સોશિયલ મીડિયા દ્વારા એક નિવેદન જાહેર કર્યું છે જેમાં તેને પોતાને નિર્દોષ જણાવી છે. યુવતીનું કહેવું છે કે બધા જ મને ખોટી ગણાવી રહ્યા છે. પરંતુ કોઈ મારી વાત નથી સાંભળવા માંગતું. યુવતીએ ડ્રાઈવરને ગાજો પીનારો પણ ગણાવ્યો છે.

પ્રિયદર્શની યાદવ નામથી આરોપી યુવતીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી એક નિવેદન જાહેર કર્યું છે જેમાં તેને પોતાને નિર્દોષ અને ડ્રાઈવરને દોશી ગણાવ્યો છે. પ્રિયદર્શનીએ લખ્યું છે, “સ્મોક એન્ડ ડ્રાઈવ. બધા જ મને બ્લેમ કરી રહ્યા છે કે મેં તેને કેમ માર્યો. કોઈ પણ મારી કહાની જાણવા નથી ઇચ્છતું. હું લગભગ રોડને ક્રોસ કરી ચુકી હતી. જયારે સિગ્નલ રેડ હતું. ત્યારે જ ગંજેડી ડ્રાઈવરે મને ટક્કર મારી દીધી. હું ભગવાનની કૃપાથી બચી ગઈ. તે પોતાની ભૂલ નહોતો માની રહ્યો અને મારી સાથે વિવાદ કરવા લાગ્યો. જેના કારણે મેં તેને તમાચા માર્યા.”

યુવતીએ આગળ લખ્યું છે કે, “જો કોઈને ખોટું લાગે છે કે મેં કાનૂન હાથમાં લીધી છે તો હું તેના માટે માફી માંગુ છું. પરંતુ ચૂપ રહેવાની જગ્યાએ હું આ એન્ટી સોશિયલ એલીમેન્ટ્સને જવાબ આપવો વધારે સારો સમજુ છું. સંધિ અને ભક્ત મને ફેક ફેમિનિસ્ટ અને ના જાણે શુંનું શું કહી રહ્યા છે. આ ઓછામાં ઓછું મરવા અને તેના બાદ કેન્ડલ માર્ચ કાઢવાથી તો વધારે જ સારું છે.”

તો બીજી તરફ કેબ ડ્રાઈવર સઆદત અલીનું કહેવું છે કે જ્યારે યુવતી તેને ચાર રસ્તા પર મારી રહી હતી ત્યારે પોલીસ માત્ર તમાશો જ જોતી હતી. અને જે બાદ તેને જ પોલીસ સ્ટેશને લઈ જઈને લોકઅપમાં રાખ્યો. ઘરવાળાઓને ફોન પણ ન કરવા દીધો. મારા બંને ભાઈ લોકેશન શોધીને પોલીસ સ્ટેશન પહોંચ્યા તો તેઓને પણ લોકઅપમાં નાખી દીધા.

કોઈ પૂછપરછ પણ કરવામાં ન આવી. કારણ વગર કેબ સીઝ કરી દીધી. ત્યારે કેબ છોડાવવા માટે પોલીસે 10 હજાર રૂપિયા લીધા. આત્મસન્માનને તો ઠેસ પહોંચી જ છે, હવે તો કાયદા પર પણ વિશ્વાસ રહ્યો નથી. આશ્ચર્યની વાત છે કે પુરાવા હોવા છતાં હજુ સુધી આરોપી યુવતી વિરૂદ્ધ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી.”

મીડિયા રિપોર્ટ પ્રમાણે હવે આ મામલામાં કૃષ્ણાનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલા પોલીસકર્મીઓની લાપરવાહી ઉજાગર થઇ છે. પીડિત ચાલકે પોલીસકર્મીઓની ઓળખ કરીને ઉચ્ચ અધિકારીઓને જણાવ્યું છે.  જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસકર્મીઓની આ કરતૂતથી ઉચ્ચ અધિકારીઓ પણજાણકાર છે . પ્રાનુત કોઈ કાર્યવાહી નથી કરી રહ્યું.

Shah Jina