શર્મશાર થયુ લખનઉ…વરસાદમાં મસ્તીની આડમાં યુવતિઓ સાથે છેડછાડ- વીડિયો થયો વાયરલ
દેશભરમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર પણ પાણી ભરાવાના ઘણા વીડિયો સામે આવી રહ્યા છે. ત્યારે નવાબોના શહેર લખનઉમાં પણ બુધવારે થયેલા વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. જો કે, અહીંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેને જોયા બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
જે વીડિયો સામે આવ્યો છે તેમાં મોટી સંખ્યામાં છોકરાઓ પાણી ભરાયેલા રસ્તા પર ઘૂસીને ભારે વરસાદમાં આગળ વધતા વાહનો પર પાણી ફેંકતા જોવા મળી રહ્યા છે અને પસાર થતા વાહનોમાં મુસાફરી કરી રહેલી યુવતીઓ, મહિલાઓ અને વૃદ્ધો સાથે છેડતી અને બદ્તમીઝી કરતા જોવા મળી રહ્યા છે. જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં ભારે વરસાદમાં એક યુવક અને યુવતિને છોકરાઓ રસ્તા પર ભરાયેલા પાણીમાં ફેંકી દે છે અને છોકરીની છેડતી કરે છે.
જણાવી દઇએ કે આ ગુંડાગીરી લખનૌના સૌથી પોશ વિસ્તાર ગોમતી નગરમાં થઈ હતી. આ વીડિયો છે ગોમતી નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાજ હોટલ પાસે બનેલા અંડરપાસનો. વીડિયો વાયરલ થયા બાદ હોબાળો મચી ગયો હતો અને કડક કાર્યવાહીની માંગ ઉઠી હતી. ત્યારબાદ ગોમતી નગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી અને અરાજકતા ફેલાવનારા યુવકોને શોધવા માટે પોલીસની ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી.
આ વીડિયો વાયરલ થયા બાદ અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેનાથી યોગી સરકાર પણ ગુસ્સે છે. આ શરમજનક ઘટના બાદ સ્થાનિક પોલીસ કમિશનર, એડિશનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અને આસિસ્ટન્ટ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસને પ્રાથમિક દૃષ્ટિએ બેદરકારીના કારણે હટાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત આ ઘોર બેદરકારી બદલ સ્થાનિક ઇન્સપેક્ટર ઇન્ચાર્જ, ચોકી ઇન્ચાર્જ અને ચોકી પર ફરજ પરના તમામ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
View this post on Instagram