હિમાચલ પ્રદેશના મલાનામાં વાદળ ફાટવાને કારણે પાંચ લોકોના મોત થયા છે અને 50થી વધુ લોકો હજુ પણ લાપતા છે. ભારે પૂરના કારણે વીજળી પણ ઠપ થઈ ગઈ છે. ગામડાઓને જોડતા રસ્તાઓ ખતમ થઈ ગયા છે. બચાવ કામગીરી ચાલી રહી છે પરંતુ સ્થિતિ વણસી રહી છે. કુલ્લુમાં મલાના પ્રોજેક્ટનો એક બંધ તૂટી ગયો છે. કુલ્લુના ડેપ્યુટી કમિશનર (ડીસી)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને ઓપરેશન ચાલી રહ્યું છે.
હિમાચલ સરકારે ચોમાસા પહેલા કહ્યું હતું કે ગયા વર્ષના વિનાશ બાદ મોટાભાગની તૈયારીઓ કરી લેવામાં આવી છે. પરંતુ પ્રદેશના અલગ અલગ ડેમ પર સલામતીના પગલાંને લગતી કામગીરી અધૂરી જણાય છે. ડેમના પાણીના કારણે ગામડાઓમાં સૌથી વધુ વિનાશ થાય છે. હિમાચલના ત્રણ સ્થળો શિમલા, મંડી અને કુલ્લુમાં વાદળ ફાટવાને કારણે સાત લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 50 લોકો ગુમ છે.
વાદળ ફાટ્યા પછી, ભૂસ્ખલનને કારણે ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેના કારણે બચાવ ટીમ માટે ઘટનાસ્થળે પહોંચવું એક મોટો પડકાર છે. ભારે વરસાદ, વાદળ ફાટવા અને ભૂસ્ખલન જેવી કુદરતી આફતોનો સામનો કરી રહેલા હિમાચલ પ્રદેશમાં હવે ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે.રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેંદ્રના જણાવ્યા અનુસાર શુક્રવારે હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.2 હતી.
જો કે, કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. કુલ્લુના નિરમંડ, સૈંજ અને મલાના વિસ્તારો, મંડીના પઘર અને શિમલાના રામપુરમાં વાદળ ફાટ્યું હતું. મંડીમાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. બુધવારે રાત્રે આવેલા પૂરમાં અહીં બે મકાનો ધરાશાયી થયા હતા. ઘરમાં હાજર 11 લોકોમાંથી બેના મૃતદેહ કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે 8 લોકો હજુ પણ લાપતા છે.
રાહત બચાવ ટીમ પગપાળા રામબન ગામમાં પહોંચી હતી જ્યાં વાદળ ફાટ્યા બાદ સૌથી વધુ વિનાશ થયો હતો. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સાથે વાત કરી હતી અને રાજ્યમાં વાદળ ફાટવાથી સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. હિમાચલ ઉપરાંત હરિદ્વાર, શિમલા, મનાલી, જમ્મુ-કશ્મીરના રાજૌરી અને મંડી તેમજ દિલ્લી અને જયપુરમાં પણ ભારે વરસાદને કારણે જનજીવન ઠપ થઇ ગયુ છે.
View this post on Instagram