થપ્પડ ગર્લના નિવેદન બાદ કેબ ડ્રાઈવરે જે કહ્યું તે જાણીને હેરાન રહી જશો, “25 થપ્પડ મારતી તો પણ ખાઈ લેતો !” અને

લખનઉમાં કેબ ડ્રાઈવરને થપ્પડ મારવાનો કેસ સતત ચર્ચામાં ચાલી રહ્યો છે. 8 ઇસ્ટના રોજ પોલીસ દ્વારા કેબ ડ્રાઈવરને થપ્પડ મારનાર યુવતીનું નિવેદન લેવામાં આવ્યું હતું જેમાં તેને ઘણી બધી બાબતોનો ઉલ્લેખ કર્યો હતો અને હેરાન કરી દેનારું નિવેદન આપ્યું હતું. ત્યારે ગઈકાલે કેબ ડ્રાઈવરનું પણ પોલીસે નિવેદન લીધું અને તેમાં કેબ ડ્રેઇવરે જે કહ્યું તે સાંભળીને જ લોકોના દિલમાં તેના વિશેની સહાનુભૂતિ વધી ગઈ છે.

કેબ ડ્રાઈવરને થપ્પડ મારનાર યુવતીએ તેના નિવેદનમાં કહ્યું હતું કે “22 થપ્પડ નહિ હું તેને 25 થપ્પડ મારવાની હતી.” ત્યારે હવે આ વાતના જવાબમાં આજતક સાથેની વાતચીતમાં કેબ ડ્રાઈવર સહાદત અલીએ જણાવ્યું હતું કે “જો પ્રિયદર્શની તેને 25 થપ્પડ મારતી તો પણ ખાઈ લેતો.”

તેની પાછળનું કારણ જણાવતા તેને કહ્યું કે, “તે 25 થપ્પડ મારતી તો પણ ખાઈ લેતો, કારણ કે મારી માટે મને છોકરીઓ ઉપર હાથ ઉઠાવવાનું નથી શીખવ્યું. જ્યારથી આ મામલો થયો છે ત્યારથી હું સારી રીતે ખાઈ પણ નથી શકતો. મારી મા રડી રહી છે. 6 વર્ષનું બાળક પણ સવાલ કરી રહ્યું છે કે એ બધાનો શું વાંક છે કે જે લોકો તેને સવાલ કરી રહ્યા છે ?”

સહાદત અલીએ આગળ બસ એટલું જ જણાવ્યું કે, “હું બસ એટલું જ કહેવા માંગુ છું કે મારી સાથે જેમને મારઝૂડ કરી તેની ધરપકડ કરવામાં આવે.” કેબ ડ્રાઇવરે એમ પણ જણાવ્યું કે પોલીસે તેની પુછપરછ કરવા માટે બોલાવ્યો હતો. સાથે જ તેની ગાડીને પણ તકનીકી તપાસ માટે મોકલી દેવામાં આવી છે. તેને એમ પણ કહ્યું કે તે એ બધા જ લોકોનો આભાર માને છે કે જેમને તેની મદદ કરી.”

આ મામલામાં પ્રિયદર્શનીએ પહેલા જણાવ્યું હતું કે, “એક બાઈક સવારને તેને ખુબ જ માર્યો હતો. કેબ ડ્રાઈવરને તો મેં બહુ જ હાથ કન્ટ્રોલ કરીને માર્યો હતો. જેના કારણે કેબ ડ્રાઈવરને ફક્ત 22 થપ્પડ માર્યા હતા, નહિ તો 25 થપ્પડ મારતી.”

Niraj Patel