ભોળા માસુમ કેબ ડ્રાઈવરને 22 થપ્પડ મારનારી યુવતીને પોલીસે લીધી સાઈડમાં, 2 કલાક સુધી સતત…જાણો વિગત

કેબ ડ્રાઈવરને એક પછી એક ધડાધડ લાફા મારવા ઉપર લખનઉ ગર્લ પ્રિયદર્શની યાદવ ખુબ જ ચર્ચામાં છે. ત્યારે આ કેસની અંદર પ્રિયદર્શની મીડિયાને રોજ નિત નવા નિવેદનો પણ આપી રહી છે જેના કારણે પણ તે ચર્ચાનું કારણ બની છે. હવે પોલીસ દ્વારા તેની પુછપરછ કરવામાં આવી અને આ પુછપરછ સતત 2 કલાક સુધી ચાલી. જેમાંથી પણ એક કહાની બહાર આવી છે.

પોલીસ દ્વારા એફઆઇઆર દાખલ કર્યા બાદ 8 Augustમાં રોજ પ્રિયદર્શની સાથે પુછપરછ કરવામાં આવી. પોલીસ અધિકરીઓએ 2 કલાક સાથે શાંતિથી પ્રિયદર્શની સાથે વાત કરી. પોલીસ દ્વારા કેબ ડ્રાઈવરને પણ પોતાનો પક્ષ રાખવા માટે 9 ઓગસ્ટના રોજ જણાવ્યું છે. હવે પ્રિયદર્શની સાથેની પૂરછપરછમાં ઘણી ચોંકાવનારી વાતો પણ સામે આવી છે.

આજતકના રિપોર્ટ પ્રમાણે તેને દાવો કર્યો છે કે રોડ ઉપર ચાલતી વખતે તેને ઘણા લોકો પ્રતાડિત કરતા હતા. જેના કારણે તે પોતાની આસપાસની ઘટનાઓને લઈને ખુબ જ સચેત રહે છે. તમને જણાવી દઈએ કે  મામલાની અંદર પોલીસ કેબ ડ્રાઈવર ઉપર કેસ પણ દાખલ કરી ચુકી છે.

તેને એમ પણ જણાવ્યું કે જે મારી નજીક આવે છે તેને પહેલા હું ધક્કો મારુ છું અને પછી તેને થપ્પડ મારું છું. તેને એમ પણ જણાવ્યું કે એક બાઈક સવારને તેને ખુબ જ માર્યો હતો. કેબ ડ્રાઈવરને તો મેં બહુ જ હાથ કન્ટ્રોલ કરીને માર્યો હતો. જેના કારણે કેબ ડ્રાઈવરને ફક્ત 22 થપ્પડ માર્યા હતા, નહિ તો 25 થપ્પડ મારતી.

પુછપરછ ઉપર પ્રિયદર્શની યાદવે જણાવ્યું કે પોલીસે મને સવાલ જવાબ કર્યા મેં પોલીસનો સંપૂર્ણ સહયોગ કર્યો. ધરપકડના સવાલ ઉપર તેને કહ્યું કે જો મારી ધરપકડ કરવામાં આવી હોત તો હું લાઈવ ટીવી ઉપર ના બેસતી. તો સોશિયલ મીડિયા ઉપર ટ્રોલ કરવાના સવાલ ઉપર પ્રિયદર્શનીએ જણાવ્યું કે જો આ બધું ચાલુ રહ્યું તો સાયબર સેલની મદદ લઈશ.

પ્રિયદર્શનીએ એમ પણ જણાવ્યું કે હું ભાગવા વાળામાંથી નથી. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું આ પ્રકારે સોશિયલ મીડિયા ઉપર દેખાઈશ. જે મીમ બની રહ્યં છે. તેમની સાથે પણ આવી ઘટના બની શકે છે. મારુ કોઈ મીમ બનાવે મને પસંદ નથી.  હું બધાને નિવેદન કરું છું કે મારા મીમ ના બનાવે. નેગેટિવ મીમ ના બનાવે.

Niraj Patel