ગે રિલેશનશિપનો આવો ખૌફનાક અંજામ ! પાર્ટનરના દૂરી બનાવવા પર પ્રેમી નારાજ થયો ને કર્યું ભયાનક કાંડ….

ફેસબુક પર ગે સાથે ઇલુ ઇલુ ચાલુ કર્યું, પ્રેમીએ શારીરિક સંબંધ બનાવવાનું બંધ કર્યું તો પ્રેમીએ કર્યો ગજબનો કાંડ…

ગુજરાત સહિત દેશભરમાંથી કેટલીકવાર છોકરીઓ પર એસિડ એટેકની ઘટના બને છે. કોઇ છોકરી જો પ્રેમની જાળમાં ના ફસાય તો તેને પોતાના વશમાં કરવા કેટલાક પાગલ છોકરાઓ ઉંધી સીધી હરકતો કરતા હોય છે. ઘણીવાર એવા કિસ્સા સામે આવ્યા છે, જેમાં કોઇ છોકરા દ્વારા કોઇ છોકરી પર એસિડ ફેંકવામાં આવ્યુ. હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં બે છોકરાઓએ માતા-પુત્ર પર એસિડ ફેંક્યું. જેના કારણે પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો.

એસિડ એટેકથી તેનો ચહેરો ખરાબ રીતે દાઝી ગયો હતો. જ્યારે માતા પર એસિડના થોડા જ છાંટા પડ્યા હતા. બંનેને સારવાર માટે લખનઉની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ મામલો ગોમતી નગરના વિરમ ખંડનો છે. પોલીસને આ અંગેની માહિતી મળતા જ તેઓએ સીસીટીવીની મદદથી બંને હુમલાખોરોને શોધી કાઢ્યા હતા, જેઓ હુમલા બાદ ભાગી ગયા હતા. બંનેની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી ત્યારે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો.

પોલિસ અનુસાર, હુમલામાં ઘાયલ યુવક વિકાસ વર્માએ આરોપી વિક્રમ ઉર્ફે વિકી સાથે ફેસબુક દ્વારા મિત્રતા કરી હતી અને પછી ધીરે ધીરે બંને વચ્ચે મિત્રતા વધતી ગઈ અને ફોન નંબર એક્સચેન્જ કર્યા. એકબીજા સાથે ફોન પર વાત કર્યા બાદ તે બંને વચ્ચે મિત્રતા એટલી વધી ગઈ કે અફેર પછી બંને વચ્ચે શારીરિક સંબંધ પણ શરૂ થયો. પણ થોડા સમય બાદ વિકાસે આરોપી વિક્રમ સાથે વાત કરવાનું બંધ કરી દીધું અને સંબંધોથી પણ દૂર થઈ ગયો.

જ્યારે આરોપી વિકાસને ફોન કરતો ત્યારે વિકાસ ફોન પણ ઉપાડતો નહિ અને તેને કારણે આરોપી પરેશાન થઇ ગયો હતો. ત્યારપછી તેણે વિકાસ પાસેથી બદલો લેવાનું વિચાર્યું અને આ ઘટનાને અંજામ આપ્યો. આમાં તેના એક મિત્રએ પણ તેને સાથ આપ્યો. બંનેએ વિકાસ સાથે સાથે તેની માતા પર પણ એસિડ ફેંક્યું હતું. હાલમાં બંને ઘાયલોની લોહિયા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આરોપી અને પીડિત છેલ્લા 8 વર્ષથી એકબીજાને ઓળખે છે.

આરોપી વિક્રમ ઈન્ટીરીયર ડેકોરેશનનું કામ કરે છે, તેની સાથે તેણે બી.ટેકનો પણ અભ્યાસ કર્યો છે. વિક્રમને ટેકો આપનાર તેનો મિત્ર મોહિત કુમાર પહેલાથી જ હુમલાના કેસમાં આઈપીસીની કલમ 392 હેઠળ જેલમાં જઈ ચૂક્યો છે. જો કે, વિક્રમનો ભૂતકાળમાં કોઈ ગુનાહિત ઈતિહાસ નથી. પરંતુ બંને આરોપીઓને દિલ્હીથી પકડીને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.

Shah Jina