સામાન્ય જનતાને મોંધવારીનો તગડો ઝાટકો લાગી રહ્યો છે. પેટ્રોલ-ડિઝસ પહેલાથી જ મોંધાવારીના આસમાન પર છે. ત્યારે આજથી અમૂલ દૂધના ભાવમાં પણ 2 રૂપિયાનો વધારો લાગુ કરી દેવામાં આવ્યો છે. હવે સરકારી તેલ કંપનીઓએ રસોઇ ગેસ સિલિન્ડર એટલે કે LPGના ભાવમાં પણ વધારો ઝીંકી દીધો છે.

સરકારી તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં બદલાવ કરે છે. આ પહેલા 1મેના રોજ ગેસ કંપનીઓએ LPG સિલિન્ડરના ભાવમાં કોઇ બદલાવ કર્યો ન હતો. આ પહેલા એપ્રિલમાં LPG સિલિન્ડરના ભાવમાં 10 રૂપિયાની કટોતી એટલે કે ઘટાડો કરવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી અને માર્ચમાં વધારો થયો હતો.
હવે આજથી તમારે સિલિન્ડરના 25 રૂપિયા વધારો ચૂકવવા પડશે, દિલ્લીમાં હવે LPG સિલિન્ડર 14.2 કિલોગ્રામના ભાવ 809 રૂપિયાથી વધીને 834.50 રૂપિયા થઇ ગયા છે. દેશના અલગ અલગ શહેરોમાં આજથી નવી કિંમત લાગુ પડશે.

મોટા શહેરોના નવા ભાવ જોઇએ તો
ગુજરાતના અમદાવાદમાં : 841.50 રૂપિયા
કોલકાતામાં : 861 રૂપિયા
મુંબઇમાં : 834.50 રૂપિયા
ચેન્નઇમાં : 850.50 રૂપિયા
ઉત્તરપ્રદેશના લખનઉમાં : 872.50 રૂપિયા
કોમોડિટી એક્સપર્ટનું કહેવુ છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદોની કિંમત વધી રહી છે. ભારત તેની જરૂરતાના 80 ટકા કાચુ તેલ વિદેશોથી ખરીદે છે. આ કિંમતો બજાર સાથે જોડાયેલી છે. એવામાં આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતમાં વધારો થવા પર બજારમાં પેટ્રોલિયમ ઉત્પાદોની કિંમત વધે છે.