BREAKING : બિપિન રાવતના હેલિકોપ્ટરની દુર્ઘટના કેમ થઈ? આવી ગયું સૌથી મોટું કારણ- જાણો

આજનો દિવસ આપણા દેશ માટે એક મોટી દુર્ઘટના લઈને આવ્યો જેમાં સીડીએસ જનરલ બિપિન રાવતનું હેલીકોપ્ટર તમિલનાડુના કુન્નૂરની પાસે બપોરે ૧૨ વાગે આસપાસ ક્રેશ થઈ ગયું હતું. તેમાં જનરલ રાવત, તેમના પત્ની અને 13 લોકોના અવસાન થયા છે. ભારતીય વાયુસેના તરફથી આ જાણકારી આપવામાં આવી છે.

વાયુસેનાના હેલીકોપ્ટરમાં 14 લોકો સવાર હતા. જનરલ બિપિન રાવતના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈને રક્ષામંત્રી રાજનાથસિંહ સહિત ઘણા નેતાઓ અને દેશભરમાંથી લોકો દુખ વ્યક્ત કરી રહ્યા છે. પાકિસ્તાને પણ જનરલ બિપિન રાવતના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ત્યાંના જોઇન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ કમિટી લેફ્ટિનેન્ટ જનરલ નવીમ રાજા અને ચીફ ઓફ ધ આર્મી સ્ટાફ જનરલ કમર જાવેદ બાજવાએ સીડીએસ જનરલ રાવત, તેમના પત્ની અને હેલીકોપ્ટર આ દુર્ઘટનામાં થયેલા દુખદ નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

ગઈકાલે Mi-17 હેલિકોપ્ટર બુધવારે તમિલનાડુના કુન્નૂરમાં ક્રેશ થયું હતું, જેમાં CDS જનરલ બિપિન રાવત સહિત 13 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનાએ આખા દેશને આઘાતમાં મૂકી દીધો છે અને કરોડો લોકોને દુઃખ લાગ્યું છે. આ દુર્ઘટના પહેલાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં હેલિકોપ્ટરની ઝલક જોવા મળી રહી છે. જેમાં હેલિકોપ્ટરનું ‘બ્લેક બોક્સ’ પણ મળી આવ્યું છે.

આ દુર્ઘટના થઇ ત્યારે સ્થાનિક લોકો હાજર હતા. વીડિયોમાં હેલિકોપ્ટરનો અવાજ સાંભળીને લોકો તે તરફ ભાગતા જોઈ શકાય છે. એરફોર્સના હેલિકોપ્ટર Mi-17માં CDS જનરલ બિપિન રાવતની સાથે 13 અન્ય અધિકારીઓ પણ હાજર હતા. આ અકસ્માતમાં બચી ગયેલા એકમાત્ર વ્યક્તિનું નામ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ છે, જે હાલમાં સારવાર હેઠળ છે. શૌર્ય ચક્ર પુરસ્કાર વિજેતા ગ્રુપ કેપ્ટન વરુણ માટે સમગ્ર દેશ પ્રાર્થના કરી રહ્યું છે.

મુરલીએ વધુમાં જણાવ્યું છે કે જનરલ રાવતે જણાવ્યું હતું કે ‘તેમના શરીરના નીચલા ભાગમાં ગંભીર ઈજા થઈ છે. પછી તેમને ચાદરમાં લપેટીને એમ્બ્યુલન્સમાં લઈ જવાયા.’ બચાવ દળને આ વિસ્તારમાં બચાવકાર્ય દરમિયાન અનેક મુસીબતો આવી. આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડના વાહનના જવા માટે કોઈ રસ્તો નહતો. નદી અને ઘરોના વાસણોમાં પાણી લાવવું પડ઼્યું હતું.

તમને જણાવી દઈએ કે પાર્થિવ દેહ દિલ્હી લાવતા પહેલા વેલિંગ્ટનમાં ગનરલ રાવતને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. ગુરુવારે સાંજ સુધીમાં પાર્થિવ દેહ દિલ્હી પહોંચે એવી શક્યતા છે. પછી 10 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં તેમના અંતિમ સંસ્કાર કરાશે.

વાયુસેનાએ એક ટ્વીટમાં કહ્યું કે ખુબ જ અફસોસ સાથે તેની પુષ્ટિ કરવામાં આવે છે કે દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં જનરલ બિપિન રાવત, શ્રીમતી મધુલિકા રાવત અને 11 અન્ય લોકોના મૃત્યુ થયા છે. અકસ્માત ત્યારે થયો જ્યારે જનરલ બિપિન રાવત ડિફેન્સ સર્વિસિઝ સ્ટાફ કોલેજ જઈ રહ્યા હતા જ્યાં તેઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓને સંબોધન કરવાના હતા.

CDS જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર દુર્ઘટનાનું કારણ ખરાબ હવામાનને લીધે થયું માનવામાં આવે છે. અત્યાર સુધી સામે આવેલા સંકેત અને મીડિયા રિપોર્ટ અનુસાર મુજબ ગાઢ જંગલ, પહાડી વિસ્તાર અને લો વિઝિલિબિટીના કારણે આજે બપોરે હેલિકોપ્ટર ક્રેશ થયું. વેલિંગ્ટનનું હેલિપેડ પહાડી અને જંગલના વિસ્તાર પછી આવે છે તેથી પાયલટ માટે તેને દૂરથી જોવું મુશ્કેલભર્યું હોય છે.

એવામાં ખરાબ હવામાનમાં હેલિકોપ્ટરનું લેન્ડિંગ અહીં હંમેશા માટે અઘરું રહે છે. ખરાબ હવામાનને કારણે વિઝિબિલિટી અચાનક જ ઓછી હોવાને કારણે હેલિકોપ્ટરને ઓછી ઉંચાઈએ ઉડાન ભરવી પડે છે. લેન્ડિંગ પોઈન્ટથી અંતર ઓછું હોવાને કારણે પણ બિપિન રાવતનું હેલિકોપ્ટર ઘણું નીચે હતું. નીચે ગાઢ જંગલ છે તેથી ક્રેશ લેન્ડિંગ પણ ફેલ રહી.

આ હેલિકોપ્ટરના પાયલટ ગ્રુપ કેપ્ટન અને સીઓ રેન્કના અધિકારી હતા. આ ઘટનામાં માનવીય ભૂલની આશંકા થાય તે સ્વભાવિક છે. હેલિકોપ્ટર ટ્વિન એન્જિનવાળું હતું. એવામાં જો એક એન્જિન ફેલ થઈ જાય તો પણ બીજા એન્જિનથી લેન્ડિંગ કરી શકાય છે.

63 વર્ષીય ચીફ જનરલ રાવત ઉત્તરાખંડના તે પરિવાર સાથે સંબંધ ધરાવતા હતા, જે પેઢીઓથી મા ભોમની સેવા કરે છે. આજે બપોરે તે શહિદ થઇ ગયા. રાવત તે એમઆઇ 17 સિરીઝના હેલિકોપ્ટરમાં પત્ની સાથે સવાર હતા. જે ઊટીની આસપાસ ક્રેશ થઇ ગયું હતું. તેમનું સૈન્ય કરિયર ખુબ જ શાનદાર રહ્યું છે. તેઓ અસાધારણ સૈન્ય અધિકારી રહ્યા છે. તેને એ વાતથી જ સમજી શકાય છે કે જ્યારે દેશમાં પ્રથમ રક્ષા પ્રમુખ એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિયુક્તિ કરી તો તે પદ પર તેમની નિયુક્તિ કરવામાં આવી.

YC