23 વર્ષની છોકરીએ સિમેન્ટની પાઈપમાં બનાવ્યું આલીશાન ઘર, રોડના કિનારે પાઈપમાં સુતેલા લોકોને જોઈને આવ્યો હતો વિચાર

માત્ર 15-20 દિવસની મહેતનમાં આ 23 વર્ષની યુવતીએ પાઈપમાં બનાવી દીધું શાનદાર ઘર,વીડિયો જોઈને તમે પણ કહેશો.”વાહ શું કારીગરી છે..”

ભારત એક એવો દેશ છે જ્યાં જુગાડની કોઈ કમી નથી. દરેક સમસ્યા માટે આપણી પાસે કોઈપણ પ્રકારનો જુગાડ જરૂર હોય છે. જેના ઘણા વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ત્યારે હાલ એવી જ એક યુવતી દ્વારા કરવામાં આવેલો જુગાડ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

23 વર્ષની પેરાલા માનસા રેડ્ડીએ પાઇપની અંદર એવું આલીશાન ઘર બનાવ્યું છે જેની કારીગરી જોઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. તેને જે ઘર બનાવ્યું છે તેના દ્વારા સારું અને સસ્તું ઘરની ઈચ્છા રાખનારા લોકો બહુ જ ઓછા ખર્ચમાં આ સુંદર ઘર બનાવી શકે છે. તમને જણાવી દઈએ કે માનસાએ જે ઘર બનાવ્યું તેમાં તમામ પ્રકારની સુવિધાઓ છે. તે એક સિવિલ ઈજનેર છે.

માનસાએ આ સુંદર ઘર બનાવવા માટે સીવરેજમાં ઉપયોગ કરવામાં આવીતી સિમેન્ટની પાઇપનો ઉપયોગ કર્યો છે. જેના લઈને તેને જણાવ્યું કે “પાઇપ ગોળ આકારની છે. આ ઘરની અંદર ત્રણ લોકોનો પરિવાર આરામથી રહી શકે છે. જેની અંદર 1 BHK, 2BHK, અને 3BHK ઘર આરામથી બની શકે છે.” એટલું જ નહિ આ ઘરને જોઈને તમે પણ અનુમાન લગાવી શકશો કે આ સુંદર ઘરને બનાવવા માટે વધારે પૈસાની જરૂર નથી.

માનસાનું કેહવું છે કે “આ પ્રકારનું ઘર બનાવવા માટે તેને 15થી 20 દિવસનો સમય લાગી ગયો અને તેને “Samnavi Constructions”ના નામથી એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે.” તમને જણાવી દઈએ કે માનસાને આ આઈડિયા રોડ કિનારે પાઇપની અંદર સુઈ રહેલા લોકોને જોઈને આવ્યો હતો. તેનું કહેવું છે કે ખાલી પાઇપની અંદર આ પ્રકારે પણ રહી શકાય છે. તો આ પાઈપને જ એક સુંદર ઘર બનાવી દેવામાં આવે. જેના કારણે તે સરળતાથી તેમાં રહી શકે. તેનું કહેવું છે કે જાપાન અને હોંગકોંગમાં પણ આવા ઘરનું કામ ચાલી રહ્યું છે.

માનસાએ આ ઘરને અંદરથી ડિઝાઇન કર્યું છે. એક પરિવારને રહેવા માટે જે પણ સુવિધાઓની જરૂર પડે તે બધી જ સુવિધાઓ આ ઘરની અંદર છે. આ ઘર 16 ફૂટ લાંબુ છે અને 7 ફૂટ ઊંચું છે. એટલું જ નહિ નાના રૂપમાં બનેલા આ ઘરની અંદર લિવિંગ રૂમ, એક બાથરૂમ, રસોડા સાથે એક બેડરૂમ પણ છે. તો આ ઘરની ઉપર એક મીની ગાર્ડન પણ છે. જુઓ આ શાનદાર ઘરનો વીડિયો..

Niraj Patel