પરિવારને લીધે બિચારા યુવકનું ઘટનાસ્થળે તો પ્રેમિકાનું તડપી તડપીને મોત, ધ્રુજાવી નાખે તેવી ઘટના….
ગુજરાતમાંથી આપઘાતના ઘણા મામલા સામે આવે છે, ઘણીવાર આવા મામલામાં પ્રેમ પ્રકરણ કારણભૂત હોય છે. ત્યારે હાલમાં વધુ આપધાતની ઘટના સામે આવી, જેમાં એક પ્રેમીપંખીડાએ 100 ફૂટ ઉંચા બ્રિજ પરથી છલાંગ લગાવી મોતને વ્હાલું કરી લીધુ. મહુવાના મુદત ગામેથી આ મામલો સામે આવ્યો છે. નવસારીના ભેલખડી ગામના ગૌરાંગ નાયકા અને સુરતના મહુવાના ખરવણ ગામની રોશની વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો અને બંને લાંબા સમયથી એકબીજાને પ્રેમ કરતા હતા.
ત્યારે આ સંબંધ વિશે તેમણે પરિવારમાં પણ વાત કરી હતી પણ પરિવારે તેઓની વાત ન સ્વીકારી અને બંનેને એકબીજાથી દૂર રહેવા જણાવ્યું. જો કે, આ પ્રેમ સંબંધ આગળ ન વધે એ માટે થઇને યુવકના પરિવારે ગૌરાંગની સગાઈ બીજી છોકરી સાથે કરાવી દીધી. પણ યુવકની સગાઈ થતાં પ્રેમી અને પ્રેમિકાને એકબીજાથી દૂર રહેવાનો ડર સતાવવા લાગ્યો.
બંને એકબીજાને એવો ગાઢ પ્રેમ કરતાં કે બંનેને દૂર થવું મંજૂર ન હોવાથી બંને એકસાથે જીવી ભલે ના શકે પણ એકસાથે મરી તો શકે એમ વિચારી મહુવાના મુદત ગામ પાસે પસાર થતી પૂર્ણા નદીના બ્રિજ પર એક્ટિવા લઈને પહોંચી ગયા,તે બાદ એક્ટિવા સાઈડમાં લગાવી ‘અમારે સાથે રહેવું હતું, પણ પરિવાર ન માન્યો’ કહીને બ્રિજ પરથી નદીમાં છલાંગ લગાવી દીધી.
જો કે, નદીમાં પાણી દૂર હોવાથી નીચે માત્ર પથ્થર હતાં. રોશની અને ગૌરવ બંનેએ 100 ફૂટ ઉંચા બ્રિજ પરથી કૂદકો મારતા તેઓ નીચે પટકાયા અને પાણી નહિ પણ પથ્થર પણ પટકાવાને કારણે બંનેને ઘણી ગંભીર ઈજાઓ પહોંચી હતી. વધારે ગંભીક ઈજાને કારણે યુવકનું તો ઘટનાસ્થળે જ મોત થયુ હતું.
જ્યારે રોશનીને 108 મારફતે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી પણ ટૂંકી સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું. ઘટનાની જાણ થતા પોલિસ પણ પહોંચી હતી, બંને મૃતદેહનો પોલીસે કબજો લઇ પીએમ માટે મોકલ્યો હતો. આ ઉપરાંત મૃતક યુવતીના પિતાની ફરિયાદ બાદ તપાસ હાથ ધરી છે.