Love you zindgi ગીત પર ઝૂમવાવાળી છોકરીની મોતથી સદમામાં છે સોનુ સૂદ, કહ્યુ કે

કોરોના વાયરસની બીજી લહેરથી દેશ ઝઝૂમી રહ્યો છેે. આ મહામારી વચ્ચે ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે, કેટલાક વીડિયોથી તો લોકોના મનમાં નવી ઉમ્મીદ જાગે છે. હાલમાં જ એક વીડિયો સામે આવ્યો હતો, જેમાંં કોરોના સામે જંગ લડતી છોકરી શાહરૂખ ખાનની ફિલ્મનું ગીત “Love you Zindgi” પર ઝૂમતી જોવા મળી હતી.

આ છોકરીની દ્રઢ ઇચ્છાશક્તિને બધાએ સલામ કરી હતી. પરંતુ હવે દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. કોરોનાએ આ છોકરીનો જીવ લઇ લીધો છે. હોસ્પિટલમાં જ તેની મોત થઇ ગઇ છે. બોલિવુડ અભિનેતા સોનુ સૂદે પણ તેના નિધન પર ટ્વીટ કર્યુ છે.

જે ડોક્ટરે આ છોકરીનો વીડિયો શેર કર્યો હતો તેણે આ વાતની જાણકારી આપી છે. તેમણે ટ્વીટ કરી લખ્યુ છે કે, મને ઘણુ દુખ છે કે આપણ એક બહાદુર આત્માને ખોઇ દીધી છે. ઓમ શાંતિ.

બોલિવુડ અભિનેતા સોનુ સૂદે ડોક્ટર મોનિકા લંગેહના ટ્વીટને રીટ્વીટ કરી લખ્યુ કે, ‘ઘણું જ દુઃખદ. તેણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય તે હવે ક્યારેય પોતાના પરિવારને જોઈ શકશે નહીં. જીવન ઘણું જ અન્યાયપૂર્ણ છે. કેટલાં જીવન હતા જે જીવવા લાયક હતા. તે આપણે ગુમાવી ચૂક્યા છીએ. આપણું જીવન ભલે ગમે તેટલું સામન્ય થઈ જાય, પરંતુ આ સમયમાંથી આપણે ક્યારેય બહાર આવી શકીશું નહીં.

Shah Jina