પ્રેમિકાની બીજા સાથે નજીકતા ન થઇ સહન તો મારી દીધી ગોળી, આ છે લવ ટ્રાયંગલની પૂરી કહાની

બાદલ પટેલે પેટીએમમાં જોબ કરતી યુવતીની હત્યા કરી, લફરાં કરતા લોકો ખાસ વાંચજો…

ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી અવાર નવાર હત્યા અને આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર આવા કિસ્સાઓમાં પ્રેમ સંબંધ મુખ્ય કારણ હોય છે. ત્યારે હાલ પ્રેમમાં બેવફાઈ થઈ ત્યારે એક યુવકે તેની પ્રેમિકાની હત્યા કરી દીધી હોવાની ઘટના સામે આવી છે, જે બાદ તેણે પોતે પણ નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી. હવે ભોપાલ પોલીસ આ દર્દનાક કહાનીના ત્રીજા પાત્ર દ્વારા લવ ટ્રાયંગલમાં હત્યા અને આત્મહત્યાના રહસ્યને ઉજાગર કરી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, 23 જુલાઈના રોજ ભટૌલી રોડ પર સ્થિત નર્મદા નદીના પુલ પર બાદલ પટેલે તેની કારમાં ગર્લફ્રેન્ડ અનિભા કેવટની ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસને કારની અંદરથી અનિભાની ડેડ બોડી મળી આવી હતી. પ્રેમમાં દુઃખી થયેલા બાદલ પટેલે પુલ પરથી નર્મદામાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી.પોલીસને મૃતકની લાશ તિલવારા ઘાટ નજીક પાણીમાં તરતી મળી આવી હતી. પ્રાથમિક તપાસના આધારે પોલીસે જણાવ્યું કે લવ ટ્રાયંગલની વાત સામે આવી છે. જેમાં બાદલે પોતાની ગર્લફ્રેન્ડને અન્ય કોઈ સાથે જોઈને આ પગલું ભર્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર વાર્તાના ત્રીજા પાત્રની પૂછપરછ બાદ જ સમગ્ર સત્ય જાણી શકાશે. મધ્યપ્રદેશના જોગની નગર રામપુર ગામની રહેવાસી અનિભા કેવટ એક ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે યુવતીના પ્રેમ સંબંધ પહેલાથી જ પરિણીત બાદલ પટેલ સાથે હતા. આ દરમિયાન બાદલ પટેલ એક કેસમાં જેલમાં ગયો ત્યારે આ દરમિયાન યુવતીની મિત્રતા તેની જ કંપનીના મેનેજર સાથે વધી હતી.

બાદલ જ્યારે જેલમાંથી છૂટ્યો ત્યારે તે અનિભાની અન્ય કોઈ સાથે મિત્રતા સહન કરી શક્યો નહીં. આ પછી તેણે મેનેજર સાથે મારપીટ કરી હતી, જેનો કેસ તિલવાડા પોલીસ સ્ટેશનમાં પણ નોંધવામાં આવ્યો હતો. રોજના ઝઘડાથી કંટાળીને અનિભા પોતાની બદલી કરાવીને ભોપાલ આવી ગઇ. તે પછી પણ બાદલની શંકાનો અવકાશ ભૂંસાયો ન હતો. બાદલ અને અનિભા વચ્ચેની લડાઈ વધી ગઈ. ત્યારે 23 જુલાઈના રોજ બાદલે અનિભાને ઓફિસથી તેના મિત્રની કારમાં બોલાવી અને માંગેલી ગામમાં સ્થિત નર્મદા પુલ પર લઈ ગયો. ત્યારબાદ તેણે અનિભાની ગોળી મારીને હત્યા કરી નાખી. આ સાથે જ તે નર્મદા નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.

તેમણે જણાવ્યું કે ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને કારમાં યુવતીના મૃતદેહ સાથે મોબાઈલ ફોન, કારની ચાવીઓ મળી. આ પછી ઘટનાસ્થળે હાજર લોકોએ આરોપીને શોધી રહેલા પોલીસને જણાવ્યું કે તેઓએ એક વ્યક્તિને નદીમાં કૂદતો જોયો છે. ડાઇવિંગ ટીમની મદદથી પોલીસે બાદલના મૃતદેહને તિલવારા ઘાટ નજીક નદીમાંથી બહાર કાઢ્યો હતો. તેમણે કહ્યું કે હવે ભોપાલમાં કામ કરતા મેનેજરની તપાસ માટે પૂછપરછ કરવામાં આવશે. ત્યારે જ લવ ટ્રાયંગલની કહાનીનું સત્ય સામે આવશે. બાદલના લગ્ન 2014માં થયા હતા. તે તેના માતા-પિતાનો એકમાત્ર સંતાન હતો. માતાનું 2 મહિના પહેલા અવસાન થયું હતું. મેનેજર પણ પરિણીત છે. જણાવી દઇએ કે, બાદલ પટેલ પોતાને પત્રકાર જણાવતો હતો.

પ્રતિકાત્મક તસવીર

પોલિસ અનુસાર, આરોપી બાદલ પટેલ અને યુવતિ અનિભા વચ્ચે ચાર વર્ષોથી પ્રેમ પ્રસંગ ચાલતો હતો અને તેઓ રોજ મળતા અને ફરવા પણ જતા. પરંતુ અનિભાને એવી માહિતી મળી કે બાદલ એક ફર્જી પત્રકાર ગેંગનો સક્રિય સભ્ય છે, જેને પોલિસે ધમકી અને બ્લેકમેઇલિંગ મામલે જેલ મોકલ્યો હતો. બાદલના જેલ ગયા બાદ અનિભાએ તેનાથી દૂરી બનાવી લીધી. જે બાદ તે પેટીએમ ઓફિસમાં જ કામ કરનારા ભોપાલના રહેવાસી મેનેજર સાથે વાતચીત કરવા લાગી.

પ્રતિકાત્મક તસવીર

પરંતુ જેલથી છૂટ્યા બાદ બાદલે અનિભા સાથે વાત કરવા માંગી તો તેણે ના કહી દીધી હતી. પરંતુ, છેલ્લા 2 દિવસ પહેલા બાદલ અનીભા પાસે પહોંચ્યો અને અનિભાને બહાર બોલાવી, ત્યારબાદ તે યુવતીને તિલવાડા થઈને ભટૌલી ખાતે નર્મદા પુલ પર લઈ ગયો હતો. જ્યાં બંને વચ્ચે વાતચીત દરમિયાન વિવાદ થયો હતો. ત્યારપછી ગુસ્સામાં બાદલે અનિભાને છાતીમાં ગોળી મારી દીધી, ત્યારબાદ તેણે પોતે પણ પુલ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી.

Shah Jina