ઓનલાઇન ગેમ રમતા રમતા થયો પ્રેમ, હજારો મીલ દૂરથી છોકરી આવી પહોંચી છોકરાને મળવા અને પછી…

તમારા બાળકો ગેમ રમે છે? થઇ જજો સાવધાન…ના જોયા ના કોઇ મુલાકાત, તો પણ સાથે જીવવા મરવાની કસમ ખાધી – પછી આવ્યો ખતરનાક અંજામ

કેટલાક વર્ષ પહેલા એક ફિલ્મ આવી હતી “સિર્ફ તુમ”. જેમાં દીપક અને જયોતિની લવ સ્ટોરી હેરાન કરી દે તેવી હતી. ફિલ્મમાં અભિનેતા સંજય કપૂર અને પ્રિયા ગિલ બંને એકબીજાને મળ્યા વગર જ પ્રેમ કરવા લાગે છે. પછી તેઓ પ્રેમને મેળવવા માટે છેલ્લા સુધી તરસે છે. ઠીક આવી જ એક પ્રેમ કહાની મહારાષ્ટ્રના બારામતીથી સામે આવી છે. જયાં ઓનલાઇન ગેમ રમતા મરાઠી છોકરાને હરિયાણવી છોકરી સાથે પ્રેમ થઇ હયો પરંતુ તેઓને પ્રેમને છેલ્લી મંઝિલ સુધી પહોંચાડવા માટે કાનૂનો સહારો લેવો પડ્યો.

પ્રતિકાત્મક તસવીર

મહારાષ્ટ્રના બારામતી જિલ્લાના ભિગવન ગામના નિનાી છોકરાને હરિયાણાના ભિવાની જિલ્લાની છોકરી સાથે પ્રેમ થઇ ગયો. જૂન 2020માં તેઓ લોકડાઉન દરમિયાન એકબીજાની નજીક આવ્યા. બંનેને ઓનલાઇન ગેમ ફ્રી ફાયર રમવાનો શોખ છે. ગેમ રમતા-રમતા તેઓ વચ્ચે મિત્રતા થઇ ગઇ અને તે પછી પ્રેમમાં પરિણમી.

ઓનલાઇન ગેમ દરમિયાન તેમણે એકબીજાનો નંબર લીધો અને ચેટિંગ શરૂ કરી, કેટલાક સમય બાદ જ તેઓ એકબીજાને ખૂબ પ્રેમ કરવા લાગ્યા. સાથે જીવવા મરવાની કસમ ખાધી. જયારે તેમની તો મુલાકાત પણ થઇ ન હતી. કલાકો સુધી તેઓ વાતો કરવા લાગ્યા અને પછી લગ્ન કરવાનો નિર્ણય લીધો. બંનેના પરિવારને આ વાતની કોઇ જાણ જ ન હતી.

તમને જણાવી દઇએ કે કેટલાક દિવસ પહેલા જ છોકરીના ઘરવાળાએ તેના લગ્ન બીજી જગ્યાએ નક્કી કરી લીધી. પરંતુ છોકરી આ લગ્ન કરવા માટે રાજી ન થઇ. પછી તે બાદ તેણે ઘરેથી ભાગવાનો નિર્ણય કર્યો અને હજારો મીલ દૂર હરિયાણાથી મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં છોકરાના જણાવેલ એડ્રેસ પર પહોંચી. પુણે રેલવે સ્ટેશન પર તેઓ પૂરા એક વર્ષ બાદ પહેલી વાર મળ્યા. આ દરમિયાન છોકરાના મામાએ બંનેને જોઇ લીધા અને તેઓ પકડી ઘરે લઇ ગયા.

છોકરીના ઘરવાળાને આ વાતની કોઇ જાણ ન હતી કે છોકરી કયા ગઇ, તેઓએ પોલિસમાં ફરિયાદ દાખલ કરાવી, પોલિસને મોબાઇલ લોકેશન આધારે તેની જાણ થઇ. તે બાદ છોકરીના માતા-પિતા તેને મનાવવા માટે પહોંચ્યા પરંતુ તે ના માની. કહેવા લાગી કે તે લગ્ન તો તે છોકરા સાથે જ કરશે.

પ્રતિકાત્મક તસવીર

બંને બાલિગ છે. છોકરીની ઉંમર 21 વર્ષ છે. આ માટે તે તેની મરજીથી લગ્ન કરવાનો નિર્ણય લઇ શકે છે. પરંતુ છોકરો હજી 19 વર્ષનો છે, જે કાનૂન હિસાબથી લગ્ન કરી શકતો નથી., જો કે, બંનેએ હજી લગ્ન કર્યા નથી. બંને પરિવાર વાળા આ લગ્નના વિરૂદ્ધ છે. કાનૂન અડચણ વચ્ચે બંનેએ લિવઇનમાં સાથે રહેવાનો નિર્ણય કર્યો. સાથે જ કહ્યુ કે, કેટલાક સમય બાદ કાનૂન હિસાબે તેઓ લગ્ન કરશે.

Shah Jina