નાની પ્રેમ કહાનીનો ખૌફનાક અંત : સાથે જીવવા મરવાની ખાધી કસમ, પરંતુ પોતે જ પસંદ કરી લીધી દર્દનાક મોત, લખ્યુ- સોરી

કહેવાય છે ને કે પ્રેમ એક પવિત્ર સંબંધ હોય છે, પ્રેમમાં તો લોકોને કંઇ જ દેખાતુ નથી. પ્રેમમાં તો લોકો કંઇ પણ કરી દે છે. પ્રેમ એક એવો સંબંધ છે, જેની યાદોમાં પ્રેમી પૂરુ જીવન વીતાવી દે છે. જરૂરી નથી કે તમે જેનાથી પ્રેમ કરો તેના સાથે લગ્ન થાય,

પરંતુ આજકાલ તો એવા મામલા સામે આવે છે જયાં કેટલાક લોકો લગ્ન થવા પર આત્મહત્યા જેવુ પગલુ ભરી લે છે. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લામાં સામે આવ્યો છે.

શનિવારે સવારે લલિતપુર જિલ્લાના જાખલૌન રેલવે સ્ટેશન પાસે પાટા પર ઘરથી ભાગેલા પ્રેમી પ્રેમિકાની લાશ મળી. જેની ઓળખ પોલિસે નિલેશ અને કાજલના રૂપમાં કરી છે. થાના બાલાબેહટના અંતગર્ત એક ગામ નિવાસી યુવક અને કિશોરી એક જ ગામના એક જ કુટુંબના દૂરના સભ્ય હતા.

કુંટુબમાં થતા હોવાને કારણે તેઓ ભાઇ-બહેન થતા હતા અને છેલ્લા ડોઢ-બે વર્ષથી બંને ઘણા નજીક આવી ગયા હતા. બંને પ્રેમી યુગલ લગ્ન કરવા ઇચ્છતા હતા પરંતુ તેઓ એક જ કુટુંબના હોવાને કારણે પરિવારવાળા આ સંબંધ માટે તૈયાર ન હતા અને આખરે આ પ્રેમી યુગલે આ પગલુ ભર્યુ.

ઘટના બાદ પ્રેમી-પ્રેમિકાનો એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેમમાં બંનેની તસવીરો છે. ત્યાં છોકરાએ મર્યા પહેલા સોશિયલ સાઇટ પર સુસાઇડ નોટ લખી પોસ્ટ પણ કરી હતી.

આ નોટમાં લખ્યુ હતુ કે, તે કાજલને ઘણો પ્રેમ કરે છે અને બંને લગ્ન કરવા ઇચ્છે છે. અમે સાથે જીવવા મરવાની કસમ ખાધી છે, પરંતુ તો પણ તેના ઘરવાળા કાજલના લગ્ન કયાંક બીજે કરાવતા હતા, જો કે, બંને પરિવારને આ વાતની જાણ હતી. જો તેના લગ્ન થઇ જતા તે મરી જતી અને મને જેલ જવુ પડતુ. એજ કારણે અમે સાથે મરજીથી મરી રહ્યા છે.

Shah Jina