યુવતીએ કર્યા હતા પ્રેમ લગ્ન, જેના માટે ધર્મ બદલ્યો તેને જ ગળુ દબાવીને લીધો જીવ

લવ મેરેજનો ભયંકર અંત: આ મામૂલી જીદ પર અન્ય ધર્મના પતિએ ગળુ દબાવીને પત્નીને મારી નાખી, જાણો વિગત

છીંદવાડામાં એક 20 વર્ષના યુવકે તેની જ પત્નીની હત્યા કરીને એક મહિના સુધી પોલિસને ગોળ ગોળ ફેરવી હતી. ઘણી ચતુરાઇ સાથે તેણે હત્યા કર્યા બાદ પત્નીને બીમાર જણાવી હોસ્પિટલ પહોંચાડી જયાં ડોકટરે તેને મૃત ઘોષિત કરી હતી. યુવક અને તેના પરિવારે પોલિસ સામે બીમારી સંબંધિત નિવેદન આપ્યુ હતુ.

પોલિસ તેમની તપાસમાં કંઇ ખાસ જાણી શકી ન હતી. તેમજ સીમાની મોતનું કારણ બીમારી માની લીધુ હતુ. ત્યાં જ મહીના બાદ તેની પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવી ગઇ. ડોકટરે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી હતો. 30 દિવસ બાદ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યો અને તેમાં ખુલાસો થયો હતો કે, ગળુ દબાવીને મહિલાની હત્યા કરવામાં આવી છે. પોલીસે જ્યારે કડક રીતે તેના પતિની પૂછપરછ કરી ત્યારે તેણે આરોપ સ્વીકારી લીધો હતો.

પોલીસની પૂછપરછમાં સિદ્ધાર્થ અને તેના પરિવારજનોએ સીમા બીમાર હોવાની વાત કરી હતી. તેથી પોલીસ પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોતી હતી. આરોપીને લાગ્યું કે, તેઓ બચી ગયા પરંતુ 25 માર્ચ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યારે સમગ્ર ઘટના સામે આવી હતી. પોલીસ સિદ્ધાર્થને પોલીસ સ્ટેશન લઈ જઈને પૂછપરછ કરી હતી. જોકે ત્યારે પણ તેણે જૂની જ વાતો ચાલુ રાખી હતી. પોલીસે જ્યારે કડક રીતે પૂછપરછ કરી અને પીએમ રિપોર્ટ તેની સામે મુક્યો ત્યારે તેણે હત્યાની વાત સ્વીકારી લીધી હતી. પોલીસે હત્યાનો કેસ દાખલ કરીને તેને કોર્ટમાં રજૂ કરીને જેલ મોકલી દીધો હતો.

પ્રતિકાત્મક તસવીર

સીમાએ કોઈ કામ માટે રૂ. 1500 માંગ્યા હતા અને બહાર ફરવા લઈ જવા માટે જીદ કરી હતી. આ વાત વિશે 25 ફેબ્રુઆરીએ બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારપછી સિદ્ધાર્થે સીમાના દુપટ્ટાથી તેનું ગળુ દબાવીને તેની હત્યા કરી દીધી હતી.

તમને જણાવી દઇએ કે, આરોપી સિદ્ધાર્થે એક વર્ષ પહેલાં જ રિઝવાના સાથે લવ મેરેજ કર્યા હતા. તે બીજા ધર્મની હતી. લગ્ન પછી રિઝવાનાનું નામ બદલીને સીમા કરી દેવામાં આવ્યું હતું. સિદ્ધાર્થ પરિવારની સાથે જ રહેતો હતો. બેરોજગાર હોવાના કારણે તેનો સીમા સાથે ઘણી વખત વિવાદ થતો હતો.

Shah Jina