કુદરતની કરુણતા તો જુઓ, જોડિયા બાળકોને જન્મ આપી માતાની છત્રછાયા છીનવી લીધી, 15 દિવસ બાદ બંને બાળકો કોરોનાની ચપેટમાં

સમગ્ર દુનિયામાં કોરોનાનો હાહાકાર વ્યાપી રહ્યો છે ત્યારે કોરોનાની બીજી લહેરમાં હવે બાળકો પણ ઝપેટાઇ રહ્યા છે. ત્યારે આ દરમિયાન બાળકોની કાળજી રાખવી ખુબ જ જરૂરી છે. આ બધા વચ્ચે વડોદરામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણીને કોઈનું પણ હૃદય દ્રવી ઉઠે.

(પ્રતીકાત્મક તસવીર)

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાની સયાજી હોસ્પિટલમાં રુકમણી ચૈનાની પ્રસુત્તિ ગૃહમાં સવા મહિના પહેલા બે જોડિયા બાળકોનો જન્મ થયો હતો. આ જોડિયા બાળકોના જન્મ થવાની સાથે જ તેમને માતાની છત્રછાયા ગુમાવી હતી. પરંતુ કુદરતની કસોટી તો જુઓ. જન્મ બાદ થોડા જ દિવસમાં આ બંને બાળકો કોરોનાની ચપેટમાં ફસાયા હતા.

પરંતુ સયાજી હોસ્પિટલની પીડિયાટ્રિક વિભાગમાં 15 દિવસની સારવાર બાદ બંને બાળકોએ કોરોના ઉપર વિજય મેળવ્યો હતો. હવે આ બંને બાળકો સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ પોતાના ઘરે જઈ શકશે.

(પ્રતીકાત્મક તસવીર)

આ બંને બાળકોના પિતા એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તમેની પત્નીએ સવા મહિના પહેલા બે સ્વસ્થ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. જન્મ સમયે એક બાળકનું વજન 2.700 કિલોગ્રામ અને બીજા બાળકનું વજન 2.800 કિલોગ્રામ હતું.

જોડિયા બાળકોના જન્મથી પરિવારમાં પણ ખુશીનો માહોલ છવાયેલો હતો, પરંતુ તેમની ખુશી વધારે સમય સુધી ટકી ના શકી અને બાળકોને જન્મ આપ્યાના થોડા જ સમય બાદ માતાનું નિધન થતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. હોસ્પિટલ દ્વારા બાળકોની સારવાર કરવામાં આવી અને તેમને કુત્રિમ દૂધ પણ આપવામાં આવ્યું હતું. બાળકો સંપૂર્ણ સ્વસ્થ થતા તેમને ઘરે લઇ જવા દેવામાં આવ્યા હતા.

(પ્રતીકાત્મક તસવીર)

આ દરમિયાન જ કુદરતની કસોટી બાકી હોય તેમ 15 દિવસ બાદ બંને બાળકોને ઝાડા ઉલ્ટીની સમસ્યા થવા લાગી. ત્યારે પરિવાર દ્વારા બંને બાળકોને સયાજી હોસ્પિટલની પીડિયાટ્રિક વિભાગમાં લાવવામાં આવ્યા જ્યાં તેમનો કોવિડ ટેસ્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ હોસ્પિટલ દ્વારા સારવાર કરવામાં આવી, અને સતત બે અઠવાડિયાની સારવાર બાદ ફરી તેમનો રિપોર્ટ કરાવતા નેગેટિવ આવ્યો હતો. હાલ બંને બાળકો સ્વસ્થ છે

Niraj Patel