લૂંટેરી દુલ્હન: ક્યારેક બનતી રિના તો ક્યારેક બનતી કાજલ, ક્યારેક સીતા બનીને ફસાવતી લગ્ન માટે ઉત્સુક છોકરાઓને

લૂંટેરી દુલ્હન: એક જ વર્ષમાં કરે છે કેટલાય લગ્ન,આ રીતે લગ્ન માટે ઉત્સુક છોકરાઓને બનાવતી ઉલ્લુ

દેશભરમાંથી લૂંટેરી દુલ્હનના ઘણા કિસ્સાઓ સામે આવે છે, જેમાં લગ્ન ઇચ્છુક યુવક પાસેથી કેટલીક ટોળકીઓ દ્વારા પૈસા પડાવી લેવામાં આવતા હોય છે. ઘણા યુવાનો લગ્નના દિવસે જ કે પછી થોડા દિવસોમાં જ આવી ઘટનાઓના ભોગ બનતા હોય છે, જેની ઘણી ખબરો  સોશિયલ મીડિયા અને સમાચારોમાં વાયરલ  થઇ જતી હોય છે.

લગ્નના નામે ચૂનો ચોપડનારી ઘણી ગેંગ હાલમાં સક્રિય છે. ઘણી લૂંટેરી દુલ્હનો મુરતિયાઓને પોતાના શિકાર બનાવે છે, ત્યારે હાલ આવી જ એક ઘટના સામે આવી છે જે ખરેખર ચોંકાવનારી છે. આ લુન્ટરી દુલ્હને એક બે નહિ પરંતુ કેટલાય લોકો સાથે છેતપિંડી કરી હોવાનું પણ સામે આવી રહ્યું છે.

(પ્રતીકાત્મક તસવીર)

પ્રાપ્ત માહિતી અનુસાર હોશંગાબાદ જિલ્લામાં લગ્નના બે દિવસ બાદ જ પતિના ઘરેથી ઘરેણાં અને રોકડ રકમ લઈને ફરાર થયેલી લૂંટેરી દુલ્હનને પીપરીયા પોલીસે જબલપુરથી ઝડપી પાડી છે. આ લૂંટેરી દુલ્હનની ગેંગના સાંય સભ્યો પણ દબોચી લેવામાં આવ્યા છે. આ ગેંગ લોકોને લગ્નની લાલચ આપી અને ફસાવી તેમને લૂંટી લેતી હોવાનું સામે આવ્યું છે.

(પ્રતીકાત્મક તસવીર)

પોલીસે હથવાસ ગામના એક યુવક રામનારાયણની ફરિયાદ ઉપર મામલો દાખલ કર્યો હતો. જેના બાદ પોલીસે ટીમ બનાવી અને લૂંટેરી દુલ્હનની શોધખોળ શરૂ કરી હતી. જેના બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી. આ બાબતે પીપરીયા એસડીઓપી શિવેન્દુ જોશીએ જણાવ્યું કે 37 વર્ષીય ફરિયાદી રામનારાયણના લગ્ન 15 મેના રોજ રિના તિવારી સાથે નક્કી કરવામાં આવ્યા હતા, જે લગ્નના 12 દિવસ બાદ જ ઘરેણાં લઈને કહ્યા વગર ચાલી ગઈ હતી.

પોલીસે 28 જૂનના રોજ રીનાની જબલપુરમાંથી ધરપકડ કર્યા બાદ પુછપરછ કરી ત્યારે ઘણી ચોંકાવનારી હકીકત સામે આવી. લૂંટેરી દુલ્હન ક્યારેક રિના તિવારી, તો ક્યારેક રિના ઠાકુર, કાજલ ચૌધરી, સીતા જેવા કેટલાય નામ બદલી અને આકાશ સાથે મળીને લગ્નેઇછુક મુરતિયાઓને ફસાવતી હતી. જેના બાદ રૂપિયા અને ઘરેણાં લઈને ફરાર થઇ જતી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

પોલીસે આરોપીઓ પાસેથી 22 હજાર રૂપિયા રોકડા, સોનાનું મંગળસૂત્ર અને ચાંધીની એક જોડી મોટી પાયલ જપ્ત કર્યા છે. પોલીસે લૂંટેરી દુલ્હનનો સાથ આપનારા ત્રણ સાથીઓ  ઓમપ્રકાશ કિરાર, જ્યોતિ ઉર્ફે પૂજા અને આકાશને પણ પકડી લીધા છે.

Niraj Patel