આ ડરને લીધે ક્રૂર બની ગઈ માતા, પોતાની જ દીકરીને ચાકુના માર્યા એટલા ઘા કે સાંભળીને જ કંપારી છૂટી જશે

પરી જેવી 5 વર્ષની દીકરીને એટલા ચાકુથી વાર કર્યા કે જાણીને કંપારી છૂટી જશે- જાણો એવું તો શું કારણ હતું

કોરોના વાયરસ સમગ્ર વિશ્વની અંદર ફેલાઈ ગયો છે, કોરોનાના કારણે લાખો લોકો મોતને પણ ભેટી ચુક્યા છે. વળી દુનિયાના અલગ અલગ ક્ષેત્રોમાંથી કોરોનાના ડરની એવી ભયાનક ઘટનાઓ સામે આવી છે જે સાંભળીને જ આપણું હૃદય કંપી ઉઠે. વળી આ વાયરસે તો માનવતાને પણ મિટાવી દીધી એમ કહીશું તો પણ ખોટું નહિ પડે.

કારણ કે આવો જ એક કિસ્સો હાલ સામે આવ્યો છે જેમાં કોરોનાના ડરના કારણે એક માટે પોતાની માસુમ ફૂલ જેવી દીકરીની ચાકુના ઘા મારીને હત્યા કરી નાખી છે. 36 વર્ષીય એક માતાને પોતાની 5 વર્ષની દીકરીના શરીર ઉપર 15 જેટલા ઘા કરતા જરા પણ જીવ ના અચકાયો. હવે આ હેવાનિયત માટે પોલીસે માતાની દરપક્ડ કરી લીધી છે અને કોર્ટમાં તેની સુનાવણી ચાલી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના બ્રિટનની રાજધાની લંડનમાં બની છે. જ્યાં 36 વર્ષીય સૂથા શિવનાથમે પોતાની જ 5 વર્ષની દીકરીની ચાકુના ઘા મારીને હત્યા કરી દીધી હોવાનું સામે આવ્યું છે. અને આ બધું મહિલાએ કોરોનાના ડરના કારણે કર્યું હોવાનું પણ સામે આવી રહ્યું છે.

આ બાબતે મીડિયા દ્વારા મળતી વધુ માહિતી અનુસાર સૂથાને કોરોનાનો ડર હતો કે ક્યાંક કોરોનાના કારણે તેનું મોત ના થઇ જાય, અને તેના બાદ તેની દીકરી એકલી રહી જશે. આ ડરમાં આવીને સૂથાએ તેની દીકરીની હત્યા કરી નાખી.

મીડિયા રિપોર્ટ અનુસાર સૂથા શિવનાથમે પોતાના દક્ષિણ લંડનના ફેલ્ટના બેડરૂમમાં દીકરી સયાગી શિવનાથમ ઉપર 15 વાર ચાકુના ઘા મારીને તેને મોતને ઘાટ ઉતારી દીધી. તેના બાદ તેને પોતાના ઉપર પણ ચાકુના ઘા કર્યા. જેના બાદ પાડોશીઓએ બંનેને હોસ્પિટલ પહોંચાવ્યાં. પરંતુ ડોક્ટરોએ બાળકીને મૃત જાહેર કરી.

કોર્ટની સુનાવણી દરમિયાન બાળકીના પિતા સુગંથન શિવનાથમેં જણાવ્યું કે કોરોના મહામારી અને પ્રતિબંધોએ તેમની પત્ની ઉપર ખરાબ અસર પાડી હતી. તેમને કહ્યું કે તે ડરી ગઈ હતી કે તેને કોરોના થઇ જશે અને તે મરી જશે. જેના બાદ તે કોર્ટમાં જોર જોરથી રડવા લાગ્યા.

તો આ સૂથાના પતિએ એમ પણ જણાવ્યું કે આ બધું સૂથાએ ડરના કારણે કર્યું છે, એમાં તેનો કોઈ વાંક નથી, જો તે સાજી હોતી તો ક્યારેય પોતાની દીકરીને ના મારતી. સૂથા અને સુગંથનના લગ્ન વર્ષ 2006માં થયા હતા. જેના બાદથી જ તે લંડનમાં રહેતી હતી, પરંતુ તેને અંગ્રેજી આવડું નહોતું.

Niraj Patel