અમદાવાદમાં મેક-ડી માં અહિયાંથી નીકળી કોલ્ડ ડ્રિંક્સમાંથી ગરોળી, વીડિયો જોવાની હિમ્મત હોય તો જ જોજો

ફાસ્ટ ફૂડમાંથી કીડા નીકળવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. કીડાઓ મોટાભાગે મોટી હોટલોમાં તેમજ જાણીતી કંપનીઓના ફાસ્ટ ફૂડમાં જોવા મળે છે. આજે એવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં ગ્રાહકના કોલ્ડ ડ્રિન્ક માંથી મરેલી ગરોળી નીકળી હતી. અમદાવાદમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર અમેરિકન ફાસ્ટ ફૂડ કંપની મેકડોનાલ્ડના કોલ્ડ ડ્રિંકમાં ગરોળી મળી આવી છે.

આવા કિસ્સા પહેલા પણ સામે આવ્યા છે. અમદાવાદના સાયન્સ સિટીમાં આવેલા મેકડોનાલ્ડ્સમાં કોકા-કોલામાંથી મેળવેલા ખાદ્યપદાર્થોની જાળવણી અને ગુણવત્તા અંગે ફરી એકવાર સવાલો ઉભા થયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર ભાર્ગવ જોષી નામના ગ્રાહકના કોલ્ડ ડ્રિન્કમાં મરેલી ગરોળી મળી આવી હતી.

યુવાન કોલ્ડ ડ્રિન્ક પી રહ્યો હતો અને અચાનક મરેલી ગરોળી નીકળતાં ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો. જે બાદ આ ગ્રાહકોએ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરી હતી. જે અંગે વિભાગે કાર્યવાહી કરતા મેકડોનાલ્ડ સીલ કરી દીધું છે. આ વીડિયો વ્યક્તિએ સોશિયલ મીડિયા પર વીડિયો મૂકીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તે યુવાનનું કહેવું છે કે તે લોકો મેકડોનાલ્ડમાં જમવા આવ્યા હતા જ્યાં તેમણે બે બર્ગર અને કોલ્ડ ડ્રિન્ક ઓર્ડર કર્યુ હતુ. જેમાં કોકમાંથી મરેલી ગરોળી નીકળી હતી.

ભાર્ગવ જોષીની ફરિયાદની નોંધ લેતા, AMC ફૂડ સેફ્ટી ઓફિસર દેવાંગ પટેલે અમદાવાદની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પરીક્ષણ માટે આઉટલેટમાંથી ઠંડા પીણાના નમૂનાઓ એકત્ર કર્યા અને “વધુ જાહેર આરોગ્ય સુરક્ષા” માટે તાત્કાલિક અસરથી રેસ્ટોરન્ટને સીલ કરી દીધું.

AMCએ નિર્દેશ આપ્યો છે કે આઉટલેટ્સને તેની પૂર્વ પરવાનગી વિના તેમની જગ્યા ફરીથી ખોલવાની મંજૂરી નથી. આ બાબતે મેનેજરને ફરિયાદ કરી હતી પરંતુ તેમણે કોઈ ધ્યાન આપ્યું ન હતું. મેનેજરે કહ્યુ હતું કે અમે તમને 300 રૂપિયા રિફન્ડ આપી દઈશું. તો ભાર્ગવે સામે કહ્યુ કે, તમે આ પી જાવ અમે તમને 500 રૂપિયા આપી દઈશું.

Patel Meet