આ નાના ટેણીયાએ “પુષ્પા”ના ડાયલોગને એટલા ક્યૂટ અંદાજમાં કોપી કર્યો કે, જીતી લીધું લાખો લોકોનું દિલ, જુઓ વીડિયો

હાલ સાઉથની ફિલ્મોનો દબદબો આખા દેશની અંદર જોવા મળી રહ્યો છે, તેમાં પણ થોડા સમય પહેલા આવેલી કેટલીક ફિલ્મોએ તો બોક્સ ઓફિસ ઉપર કમાણીના બધા જ રેકોર્ડ તોડીને આગળ નીકળી ગઈ. ત્યારે ગયા વર્ષે આવેલી ફિલ્મ “પુષ્પા”નો ક્રેઝ આજે પણ જોવા મળી રહ્યો છે, આ ફિલ્મના ડાયલોગ અને એક્શન સીન ઉપર લાખો લોકોએ વીડિયો બનાવ્યો છે, જેમાં ઘણા સેલેબ્રિટીઓ અને વિદેશી સેલેબ્સ પણ સામેલ છે.

પરંતુ હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જે કોઈ સેલેબ્રિટીનો નહિ પરંતુ એક નાના ટેણીયાનો છે, જેમાં આ ટેણીયું પુષ્પાના ડાયલોગ કોપી કરી રહ્યું છે, પરંતુ આ નાનું ટેણીયું એટલા ક્યૂટ ક્યૂટ અંદાજમાં બોલે છે કે તેને જોઈને લોકો તેના દીવાના બની ગયા છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક નાનું બાળક પુષ્પા ફિલ્મના ફેમસ ડાયલોગ બોલે છે. જો કે લાખો લોકોએ આ ડાયલોગનો વીડિયો બનાવ્યો છે, પરંતુ આ બાળકની સ્ટાઈલ જોઈને તમારા હાસ્ય પર કાબૂ રાખવો મુશ્કેલ થઈ જશે. વીડિયોમાં તમે બાળક પુષ્પાનો ફેમસ ડાયલોગ ‘મેં ઝુકેગા નહીં’ બોલતા જોઈ શકો છો. બાળક જે ફની રીતે આ ડાયલોગ બોલે છે તે જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ ખુશ થઈ ગયા છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે ડાયલોગ બોલતા સમયે બાળકની ગાડી થોડીવાર માટે અટકી જાય છે. આ જ વીડિયોની સૌથી મજાની વાત એ છે. બાળકની ગાડી અટકતા જ પાછળથી કોઈ તેને બબડાટમાં આગળનો ડાયલોગ કહે છે. આ પછી બાળક આખો ડાયલોગ પૂર્ણ કરે છે. બાળકની આ ક્યુટનેસ લોકોને ખુબ જ પસંદ આવી છે.

Niraj Patel