મનોરંજન

બેગમ કરિનાની ઘરે આવ્યું નાનું બાળક, ચાહકોમાં ખુશીનો માહોલ- જુઓ તસ્વીરો

બૉલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. કરીના તેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. બેબો જાન્યુઆરીમાં બીજા બાળકને જન્મ આપશે. આજકાલ તે પ્રેગનેન્સી પીરીયડનો આનંદ માણી રહી છે. જેમાં કરીના બેબી બંપ ફ્લોન્ટ કરતી નજરે આવી રહી છે.

Image source

કરીનાના લાડલા તૈમુરને પણ ભાઈ અથવા બહેનની રાહ જોઈ રહ્યો છે. આ વચ્ચે કરીના અને તૈમુરની એવી તસ્વીર સામે આવી છે જેમાં બંને નાની બાળકી સાથે રમતા જોવા મળી રહ્યા છે. તૈમુર બાળકીને ખોળામાં લઈને એક પ્રેમભરી સ્માઈલ આપી રહ્યો છે.

Image source

જણાવી દઈએ કે, આ તસ્વીર કરીનાના ઘરની છે. જ્યાં તેની પર્સનલ આસિસ્ટન્ટ અને મિત્ર પૂનમ દમાનીયા આવી હતી. આ એક નાનું દિવાળી સેલિબ્રેશન હતું. જે બાદ નૈનાએ આ તસ્વીરને સોશિયલ મીડિયામાં શેર કરી છે. આ તસ્વીર શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, બેબો અમને બોલાવવા માટે આભાર. સિયાએ તેનો પહેલો ફ્રેન્ડ બનાવ્યો. તમને બંનેને પ્રેમ. સોશિયલ મીડિયામાં આ તસ્વીર વાયરલ થઇ રહી છે.

Image source

અગાઉ કરીનાની કેટલીક તસવીરો વાયરલ થઈ હતી જેમાં તે એથનિક વેરમાં જોરદાર પોઝ આપતી જોવા મળી હતી. આ તસ્વીરો દિવાળીની સેલિબ્રેશનની હતી. જે કરીનાની મેનેજર પૂનમ દમણિયાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી. આ તસવીરોમાં કરિનાએ સફેદ શૂટ સાથે લાલ દુપટ્ટા પહેર્યો હતો. આ તસવીરોમાં કરીના તહેવારના મૂડમાં જોવા મળી હતી.

કરીનાના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે હાલમાં જ તેને આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ નું શૂટિંગ દિલ્હીમાં પૂરું કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ‘લાલ સિંહ ચઢ્ઢા’ માં લાલ સૈનિકની ભૂમિકામાં આમિર છે અને કરીના તેમની રૂપા બની છે.

આ સિવાય ખૂબ જ ટૂંક સમયમાં કરીના તેની ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ની સિક્વલનું શૂટિંગ પણ શરૂ કરશે. સુત્રોના જણાવ્યા અનુસાર ડિલિવરી પછી તરત જ કરીના કપૂર ખાન આ હિટ ફિલ્મની સિક્વલનું શૂટિંગ શરૂ કરી શકે છે. ફિલ્મના નિર્માતા સોનમ કપૂરની બહેન રિયા કપૂરે થોડા દિવસો પહેલા કરીના કપૂર ખાનના ચેટ શો ‘વુમન વુમન’ પર ખુલાસો કર્યો હતો કે તે ખૂબ જ જલ્દી તેનો બીજો ભાગ રિલીઝ કરવા જઈ રહી છે.