20 ફૂટના અજગર સાથે રમી રહી હતી આ માસુમ નાની બાળકી, વાયરલ વીડિયો જોઈને લોકોના હોશ ઉડી ગયા

ઓટલા ઉપર બેસીને રમી રહી હતી નાની બાળકી, અચાનક આવ્યો 20 ફૂટ લમ્બો અજગર? જુઓ પછી વાયરલ વીડિયો જોઈને લોકોના હોશ ઉડી ગયા

એવું કહેવાય છે કે નાના બાળકો ભગવાનનું રૂપ હોય છે, ઘણીવાર એવી ઘણી ઘટનાઓ બનતી આપણે જોઈએ છીએ ત્યારે આપણે એ વાત સાચી પણ માનીએ છીએ. સોશિયલ મીડિયામાં બાળકોના સાપ જેવા પ્રાણીઓ સાથે રમતા ઘણા વીડિયો પણ આપણે વાયરલ થતા જોયા હશે. પરંતુ હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેને સૌના હોશ ઉડાવી દીધા છે.

વીડિયોમાં 6-7 વર્ષની છોકરી 20 ફૂટથી વધુ મોટા અને ભારે અજગર સાથે રમતી જોવા મળી રહી છે. આ વીડિયોને જોયા બાદ લોકોના રુંવાડા ઉભા થઇ રહ્યા છે. જો કે નાના બાળકો માટે કહેવામાં આવે છે કે તેઓ પ્રાણીઓ અને ખતરનાક વસ્તુઓને જોઈને ડરી જાય છે, પરંતુ આ વીડિયો આ વાતને સંપૂર્ણપણે ખોટી સાબિત કરી રહ્યો છે.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક 6-7 વર્ષની બાળકી બેઠી છે, ત્યારે જ તેની સામે 20-22 ફૂટનો અજગર આવે છે. જો આવો અજગર તમારી સામે આવી જાય તો તમારા હોશ પણ ઉડી જશે. પરંતુ આ બાળકી જરા પણ ડરતી નથી અને જગર સાથે ખુબ જ આરામથી રમવા લાગે છે, આ જોઈને એમ લાગે છે કે અજગર તે બાળકીનો મિત્ર હશે.

 

View this post on Instagram

 

A post shared by 🐍SNAKE WORLD🐍 (@snake._.world)

વીડિયોમાં આગળ તમે જોઈ શકો છો કે બાળકીએ અજગરનો રસ્તો રોક્યો છે અને તેની સામે ઉભી છે. બીજી તરફ અજગર પણ બાળકીને કંઈ કરતો નથી, પરંતુ પોતાનો રસ્તો બદલીને બીજી બાજુ ચાલ્યો જાય છે. જેના બાદ બાળકી આગળ વધે છે અને તેની સાથે રમવાનું શરૂ કરે છે અને તેના પર સૂઈ જાય છે. બાળકીનો આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકોને પસંદ પણ આવી રહ્યો છે.

Niraj Patel